તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Promotion To 29 Thousand Students In Std. 10, But The Capacity To Accommodate Only 21 Thousand In Std. 11, Ghee bananas To Private Schools

શિક્ષણ:ધો.10માં 29 હજાર વિદ્યાર્થીને પ્રમોશન,પરંતુ ધો.11માં 21 હજારને જ સમાવવાની ક્ષમતા, ખાનગી શાળાઓને ઘી-કેળાં

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી શાળા માત્ર 5, કેન્દ્રની 10,ગ્રાન્ટેડ શાળા219 અને ખાનગી શાળાઓ 109 કુલ 343 શાળામાં ધો-11ના 400 વર્ગ

ધો-10નું આગામી સપ્તાહે પરિણામ જાહેર થવાનું છે. જો કે ધો-10માં પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી રેગ્યુલર 29 હજાર વિદ્યાર્થીઓ પાસ જાહેર થશે. હાલમાં કેટલીક ખાનગી સ્કૂલોમાં એડમિશન પ્રક્રિયા ચાલુ થઇ છે. આણંદ જિલ્લામાં ખાનગી,ગ્રાન્ટેડ અને સરકારી શાળાઅો મળીને કુલ 343 શાળાઓમાં ધો -11માં 21 હજાર વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા છે. તેમજ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય અને તેમાંથી 8 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય તો કુલ 37 હજાર વિદ્યાર્થીનોને સમાવેશ કેવી રીતે કરાશે તે પ્રશ્ન તંત્ર સહિત સૌને મુંઝવી રહ્યો છે.

જોકે ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં ધોરણ 11 માં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને વિનાવિઘ્ને પ્રવેશ મળી શકશે કોઈપણ વિદ્યાર્થીને તકલીફ પડવાની સંભાવના ઘણી જ ઓછી છે. ચાલુ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપવા માટે 29 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. માસ પ્રમોશનના કારણે આ તમામને પાસ જાહેર કરાશે. એટલે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ10 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.

29 હજાર પૈકી 5 હજાર જેટલા વિદ્યાર્થીઅો આઇટીઆઇ કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તો પણ રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 3 હજાર વિદ્યાર્થીઓને ધો-11માં પ્રવેશથી વંચિત રહે તેવી સંભાવના શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા સૂત્રોનું માનવું છે. હાલ તંત્ર વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કોઇ સમસ્યા નહી થાય તેમ માનીને કોઇ જ કાર્યવાહી હાથ ધરી નથી. બીજા બાજુ હજુ કોઇ ખાનગી શાળાઓમાંથી વધારાના વર્ગ માટે કોઇ એ મંજૂરી માંગી નથી. સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ધો-11 વર્ગો વધારા અંગે કોઇ આયોજન હાલમાં હાથ ધરાયું નથી. જેને લઇને પરિણામ બાદ પ્રવેશ પ્રક્રિયા માટે વાલીઓને મથામણ કરવી પડશે.

દરેક વર્ગમાં 10 થી 20 વિદ્યાર્થીઓ વધુ લેવાની પરમીશન અપાશે
આણંદ જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી શાળામાં હાલમાં એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. જરૂર પડશે તો 10 થી 20 વિદ્યાર્થીઓને વધુ સમાવેશ કરવા માટે પરમિશન આપવામાં આવશે. હાલ નવા વર્ગોનું કોઇ આયોજન નથી.

હાલમાં વર્ગો ખુટવાની કોઈ સંભાવના નથી
આણંદ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી જી.ડી. પટેલે જણાવ્યું હતું કે રેગ્યુલર 29000 વિદ્યાર્થીઓમાંથી તમામ વિદ્યાર્થીઓ ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માટે પ્રયત્ન નહીં કરે કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્લોમા અભ્યાસક્રમમાં અને કેટલાક આઇટીઆઇમાં પ્રવેશ મેળવશે એટલે હાલની સ્થિતિમાં આણંદ જિલ્લામાં ધોરણ 11ના વર્ગો ખૂટવાની સંભાવના ઘણી ઓછી છે.

ખાનગી શાળાઓના સંચાલકોને ઘી -કેળા
ધો-10માં તમામ રેગ્યુલર વિદ્યાર્થીને પ્રમોશન અપાયું છે ત્યારે ખાનગી શાળાઓમાં એડમીશન માટે ધસારો વધશે. ખાનગી શાળાઓના સંચાલકોને માત્ર 15 હજાર રજીસ્ટ્રેશન ફી ભરીને નવા વર્ગની મંજૂરી લેવાની હોય છે ત્યારે ખાનગી શાળાઓ વર્ગખંડ વધારીને ઊંચી ફી વસુલશે આમ તેઓને ધી-કેળા થઇ જશે.

જિલ્લામાં 5 સરકાર અને 219 ગ્રાન્ટેડ શાળાઓ
જિલ્લામાં ધો. 11ની 5 સરકારી શાળાના 5 વર્ગોમાં 300 અને કેન્દ્રની 10 કેન્દ્રીય શાળામાં 600 વિદ્યાર્થીઅોને સમાવી શકાય અેમ છે. જ્યારે 219 ગ્રાન્ટેડ શાળામાં આવેલા 219 વર્ગોમાં 13140 વિદ્યાર્થીઅોને સમાવી શકાશે. જયારે 109 ખાનગી શાળાના 119 વર્ગમાં 7100 વિદ્યાર્થીઅોનો સમાવશ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...