તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Project Exhibition Was Organized By SVIT Civil Engineering Department Of Vasad, Students Presented 17 Different Projects.

આયોજન:વાસદની SVIT સિવિલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોજેક્ટ એક્ઝીબીશન યોજાયું, વિદ્યાર્થીઓએ વિવિધ 17 પ્રોજેક્ટ રજુ કર્યાં

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસદ SVITના વિદ્યાર્થીઓએ ઝીરો એનર્જી બીલ્ડીંગ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો
  • પર્યાવરણના બચાવ અને કાર્બન ફ્રુટપ્રિન્ટ ઓછું કરવા માટેનો અભ્યાસ કરાયો

આણંદ નજીક આવેલા વાસદની એસવીઆઈટી સિવિલ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા ઓનલાઇન પ્રોજેક્ટ એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ એન્જીનીયરીંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની 17 ટીમે ભાગ લીધો હતો અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ રજુ કર્યાં હતાં. જેમાં ઝીરો એનર્જી બિલ્ડીંગ પ્રોજેક્ટ પ્રથમ રહ્યો હતો.

વાસદ એસવીઆઈટી દ્વારા સિવિલ એન્જિનીયરીંગ વિભાગ દ્વારા ઓનલાઇન પ્રોજેક્ટ એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝીબીશનમાં સિવિલ એન્જિનીયરીંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની 17 ટીમે ભાગ લીધો હતો અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટ રજુ કર્યાં હતાં. જેમાં મુખ્યત્વે સ્માર્ટ સીટી, ઇન્ટરલી ઓફ રિવર્સ, ઇકોફ્રેન્ડલી કન્ટ્રાકશન મટીરીયલ્સ, લો કોસ્ટ હાઉસીંગ અર્થક્વેક રેઝીસ્ટંટ સ્ટ્રકચર્સ વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સિવિલ એન્જીનીયરીંગના અભ્યાસ સાથે જોડાયેલા દેશભરના વિદ્યાર્થીઓ એ ગુગલ-મીટ ઓન લાઈન માધ્યમથી આ એક્ઝિબીશનની સમીક્ષા કરી હતી. જ્યારે વિમલ આર. પટેલ (પીએમસી કન્સલટન્ટ, મોડાસા) દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પ્રથમ ત્રણ શ્રેષ્ઠ પ્રોજેક્ટમાં પ્રથમ ક્રમે- જીરો એનર્જી બિલ્ડીંગ, દ્રીતિય ક્રમે- ઈકો સ્પોન્ઝ સીટી ફોર રેન વોટર યુટીલાઈજેશન અને ત્રીજા ક્રમે- સીન્કોનાઈજેશન ઓફ ટ્રાફીક સિગ્નલ ઈન વડોદરા સીટી રહ્યાં હતાં. આ ત્રણેય ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ઈ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

કોરોના મહામારી દરમિયાન ટેકનોલોજીનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા બદલ એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યાયક્ષ દિપકભાઈ પટેલ, આચાર્ય ડો. એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી આયોજક અને વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યાં હતાં.

ઝીરો એનર્જી બિલ્ડીંગ પ્રોજેક્ટમાં શું છે?

ઝીરો એનર્જી બિલ્ડીંગ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણના બચાવ અને કાર્બન ફ્રુટપ્રિન્ટ ઓછું કરવા માટે બાંધકામ ક્ષેત્રમાં કેવી રીતે ઉર્જાનું સંરક્ષણ થઇ શકે? તેનો વિસ્તૃતપણે અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઇન્દીરા પર્યાવરણ ભવનની કેસ સ્ટડીથી બાંધકામમાં કેવી રીતે ઊર્જા બચાવી શકાય? તેની જાણકારી આપવામાં આવી હતી. નેટ ઝીઓ એનર્જી બિલ્ડીંગની ડિઝાઇનનો અભ્યાસ ભવિષ્યમાં આવા બીજા બાંધકામો માટે દ્રષ્ટાંત પુરૂ પાડી શકે છે.

ઈકો સ્પોન્ઝ સીટી ફોર રેન વોટર યુટીલાઈજેશન શું છે?

ઈકો સ્પોન્ઝ સીટી એટલે કે એવું શહેર કે જેના પાર્કીંગ પ્લોટ, વરસાદી ગટર, વ્યવસાઇક સંકુલ, ધાબાઓ તથા અન્ય બધા જ વિસ્તારોનું વરસાદી પાણી શહેરની જમીનમાં જ વાદળીની જેમ શોષાય જાય છે.

સીન્કોનાઈજેશન ઓફ ટ્રાફીક સિગ્નલ ઈન વડોદરા સીટી પ્રોજેક્ટ શું છે?

આ પ્રોજેક્ટમાં ટ્રાફીક સિગ્નલ સિન્ક્રોનાઇઝ કરવાથી ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ થાય, રોડ યુઝર્સના સમયનો બચાવ થાય, વાહનોની સ્પીડ કન્ટ્રોલ કરી શકાય, જેથી પ્રદુષણ ઓછું થાય છે.

અન્ય સમાચારો પણ છે...