કોરોનાને પગલે પ્રતિબંધ:આણંદ જિલ્લામાં સભા અને સરઘસ પર 15 જાન્યુઆરી સુધી પ્રતિબંધ, કોરોના અને તહેવારોના પગલે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કોરોનાના વધતા કેસ અને તહેવારોને પગલે બહાર પાડ્યું જાહેરનામું
  • જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક પગલા ભરવામાં આવશે

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્રીજી લહેરના પગરણ મંડાઈ રહ્યા હોવાથી વહીવટી તંત્ર માટે તકેદારી દાખવવી જરૂરી બની છે. જેથી સરકાર તરફથી લોકડાઉન અંગે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. વી. વ્યાસે સમગ્ર આણંદ જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ માણસોના એકત્ર થવા પર, ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા કે પગપાળા કે વાહનમાં સવાર થઇને સરઘસ સ્વરૂપે નીકળવા પર 15 જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

આણંદ જિલ્લાના રસ્તાઓ, ફુટપાથ, ગલીઓ અને પેટા ગલીઓનો તથા જાહેર મકાનોનો પણ ચારથી વધુ માણસો ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામામાંથી જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને, યથાપ્રસંગે સંબંધિત મામલતદાર તરફથી આ હુકમની અમલવારી દરમિયાન તેમના કાર્યક્ષેત્રમાં અન્ય સરઘસ યોજવાની પરવાનગી આપી હોય તેવી સભા કે સરઘસને મુકિત આપવામાં આવી છે. ઉપરાંત આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક પગલા ભરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...