ચૂંટણી:પરવાનેદાર હથિયાર ધારકોને હથિયાર સાથે રાખવા પ્રતિબંધ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 10 ડિસેમ્બર સુધી લાગુ

વિધાનસભાની ચૂંટણીઓ-2022 અંતર્ગત આણંદ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઇ રહે તે તથા મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર હથિયાર પરવાનેદારને હથિયારો સાથે લઇને હરવા-ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે જણાવ્યું હતું કે કોઇપણ હથિયાર કે જિલ્લા બહારથી મેળવેલ હથિયાર પરવાના ધારણ કરનાર વ્યકિતઓ કે જેઓ હાલ આણંદ જિલ્લામાં વસવાટ કરતા હોય તેઓને પણ પોતાનું હથિયાર ધારણ કરી હરવા ફરવા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરી જો કોઇ વ્યકિત શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-1 ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર ધારણ કરતાં જોવામાં આવશે તો સંબંધિત પોલિસ અધિકારીઓ તથા સ્થળ પરના સુરક્ષા અધિકારીઓ આ હથિયાર જપ્ત કરી શકશેનું જાહેરનામામાં જણાવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. આ જાહેરનામું આણંદ જિલ્લામાં તા.10/12 સુધી લાગુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...