જાહેરનામું:આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી દરમ્યાન સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત આણંદ જિલ્લામાં બીજા તબક્કામાં તા.5 ડિસેમ્બર 2022ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમ્યાન થતા બેફામ થતા ભાષણો અને તેમાં થતા બિનપાયાદાર આક્ષેપને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી હોય છે.જિલ્લા વહીવટી તંત્ર માટે આ પરિસ્થિતિ પડકારરૂપ બનતી હોય છે.આ પરિસ્થિતિની નિર્માણ ટાળવાબને તેને અંકુશિત કરવું જરૂરી છે.આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં વાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં આગામી 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તથા જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં કોઇ અવળા પ્રત્યાઘાત ન પડે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં છટાદાર ભાષણ આપવા, ચાળા પાડવા, નકલ કરવી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, દેખાડવા, અથવા તેનો ફેલાવો કરવા અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના નિર્વાચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવા અથવા રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવા તથા ચાળા કરવા, ચિત્રો કે નિશાનીઓ તૈયાર કરવા, દેખાડવા અથવા ફેલાવો કરવા જેવા કૃત્યો કરવા પર તાત્કાલિક અસરથી મનાઇ ફરમાવી છે.

આ હુકમનો અમલ સમગ્ર જિલ્લામાં તા. 2 ડિસેમ્બર 2022 સુધી રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...