તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રારંભ:સમસ્યાઓનું સમાધાન એટલે સ્ટાર્ટ અપ : ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, N.S.Patel આર્ટ્સ કોલેજમાં ઇંકયુબેશન કેન્દ્રનો પ્રારંભ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન.એસ પટેલ આર્ટ્સ (આટોનોમસ) કોલેજ આણંદ ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કઈ નવું કરી શકી તે હેતુસર ઇંક્યુબેશન કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથી તરીકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થતિ રહ્યાં હતાં. જેમાં તેઓઅે જણાવ્યું હતું સમસ્યાનું સગવડતા સાથે સમાધાન એટલે સ્ટાર્ટ અપ.આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં તમામ ક્ષેત્રોમાં અનેકવિધ સમસ્યાઓ છે.

ત્યારે સમસ્યાનું સગવડતા સાથે સમાધાન એટલે સ્ટાર્ટ અપ તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે સમગ્ર દેશમાં સૌ પ્રથમ વર્ષ 2017 માં સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈનોવેશન પોલીસી બનાવી હતી.જેના પરિણામે અનેક વિવિધ નવા સંશોધનો યુવા વિદ્યાર્થીઓએ કરી દેશને નવી રાહ ચીંધી છે.આ સફળતાના પગલે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં SSIP પાર્ટ-2 અમલમાં મૂકવામાં આવશે. આ પ્રસંગે સરદારપટેલ અેજય. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ કોલેજના ઉપાચાર્ય ડો.પ્રતીક્ષાબેન ભાજરના અગ્રણી વિપુલભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...