તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Prize Of Rs. 50,000 Was Given To SVIT Students For Selecting Their Project In 'RoboFest Gujarat 2.0' Organized By Gujcost

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇનામ:ગુજકોસ્ટ દ્વારા આયોજિત 'રોબોફેસ્ટ ગુજરાત-2.0'માં SVITના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટની પસંદગી થતા રૂપિયા 50 હજારનુ ઇનામ અપાયું

આણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ તબક્કામાં પસંદગી થતા SVITની ટીમને ઇનામ ગુજકોસ્ટ તરફથી આપવામાં આવ્યું
 • ગુજકોસ્ટ દ્વારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે 'રોબોફેસ્ટ ગુજરાત-2.0'નું આયોજન કરવામાં આવ્યું

ગુજકોસ્ટ (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી) ગાંધીનગર દ્વારા એન્જિનિયરિંગની અલગ-અલગ બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે 'રોબોફેસ્ટ ગુજરાત-2.0'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોબોટ મેકિંગ સ્પર્ધામાં કુલ 07 અલગ-અલગ વિભાગ રાખવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ તેમના દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા પેરામીટર પ્રમાણેના રોબોટ તૈયાર કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાત કેટેગરીમાંથી વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં જે કેટેગરીમાં ભાગ લેવા ના હોય તેના માટેના વિચારો અને તે રોબોટ કઈ રીતે કાર્યરત થશે તે અંગેની રજૂઆત કરવાની હતી.

એસવીઆઈટી- વાસદ ખાતે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અનલ ઉપાધ્યાય અને અર્પિત શાહ (આઈ.સી.), સાલેકર શૈલ સીતારામ અને પ્રજાપતિ કૃણાલ વિજયકુમાર (મિકેનિકલ) અને મુસ્તનસીર જુઝર સાકરવાલા (કમ્પ્યુટર)ની ટીમે પ્રો. ડો.દિપેશ શાહના માર્ગદર્શનમાં કામ કરી ગુજકોસ્ટ દ્વારા આયોજિત 'રોબોફેસ્ટ ગુજરાત -2.0'માં રોવર કેટેગરીમાં ભાગ લીધો છે અને લેવલ -1 આઈડિએશન સ્ટેજમાં તેમના પ્રોજેક્ટ ની પસંદગી કરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં પસંદગી થતા એસવીઆઈટી ની ટીમને રૂપિયા 50 હજારનું ઇનામ આયોજક ગુજકોસ્ટ તરફથી આપવામાં આવ્યું છે. હવે પછી બીજા તબક્કા માટે તારીખ 30-05-2021 પહેલાં તેમને વર્કિંગ પ્રોજેક્ટ સબમીટ કરવાનો રહેશે.

એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, ઉપાધ્યક્ષ દિપક પટેલ, આચાર્ય ડો. એસ. ડી. ટોલીવાલ, ડિન આર. એન્ડડી. પ્રો.ડો.પી.વી. રમના અને ડો. આર.બી.પટેલ (વડા-ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગ) દ્વારા ડો. દિપેશ શાહ અને તેમના માર્ગદર્શનમાં જે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે તેમને આ વિશિષ્ટ સિધ્ધિ બદલ બિરદાવ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો