તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાયની નવી બ્રીડ:ગુજરાતનું ગૌરવ, આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગાયની નવી બ્રીડ ડગરીને ઓળખ અપાવી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય પશુઓની કુલ 175 બ્રીડમાંથી 24 બ્રીડ ગુજરાતમાં આવેલી છે

દેશમાં જુદા જુદા પ્રાણીઓની નસ્લનું (બ્રીડ) રજીસ્ટ્રેશન કરાવવા માટેની કામગીરી નોડલ એજન્સી તરીકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ હસ્તકની કર્નાલ, હરીયાણા ખાતે આવેલ રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યૂરો સંસ્થા કરી રહેલ છે.

ગુજરાતની ગીર ગાય તેના દૂધ ઉત્પાદન માટે વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ પામેલ છે
આ કામગીરી કરવા માટે બ્રીડ રજીસ્ટ્રેશન કમીટીની રચના દ્વારા ડેપ્યૂટી ડાયરેકટર જનરલ (એનિમલ સાયન્સ)ના વડપણ નીચે તા.24 જાન્યુઆરી, 2020ના રોજ નવી દિલ્હી ખાતે મળેલ બેઠકમાં કરવામાં આવેલ હતી. આ બેઠકમાં ગુજરાતમાંથી રજીસ્ટ્રેશન માટે ડો. કે.બી.કથીરીયા, નિવૃત સંશોધન નિયામક અને હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા નિમણૂંક પામેલ કુલપતિ, આકૃયુ, આણંદના સીધા માર્ગદર્શન નીચે વૈજ્ઞાનિકો તેમજ રાજ્યના પશુપાલન વિભાગના સ્ટાફની મદદથી તૈયાર કરવામાં આવેલ પર્વતીય ઓલાદને માન્યતા આપવા બાબતની તા.31 ડિસેમ્બર, 2018 ના રોજ ની દરખાસ્ત પ્રસ્તુત કરવામાં આવેલ હતી.

ભારતમાં હાલ ગાયની 50 ઓલાદો આવેલી
સદર દરખાસ્તના તમામ પાસાઓને તપાસીને આ કમીટી દ્વારા ‘ડગરી ગાયને નવી નસ્લ તરીકે માન્યતા આપવામાં આવેલ છે. ભારતમાં હાલ ગાયની 50 ઓલાદો આવેલી છે. જેમાંથી ગુજરાતમાં ગીર, કાંકરેજ, ડાંગી અને ત્યારબાદ હવે ડગરીનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય પશુધનની જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે અને અત્યાર સુધીની ભારતની પશુઓની કુલ 175 ઓલાદોમાંથી 24 ઓલાદો ગુજરાતમાં આવેલી છે. ગુજરાતની ગીર ગાય તેના દૂધ ઉત્પાદન માટે ગુજરાત અને ભારતમાં જ નહી, પરંતુ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ પામેલ છે. જ્યારે કાંકરેજ ગાય દૂધ તેમજ બળદ ખેતી કામોમાં તેની વધુ ભાર વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો