તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શાકમાર્કેટ બજારમાં બે દિવસમાં લીલા વટાણાની આવક અછત સર્જાતા બે દિવસમાં જ બમણાં થઇ જવા પામ્યા છે.જેના કારણે ખરીદીમાં ભારે ઘટાડો નોંધાયો છે.ગરીબ અને મધ્યવર્ગની ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયું છે. જો કે આણંદ શહેરમાં વેપારી દ્વારા દિનપ્રતિદિન 20 ટન માલ મંગાવવામાં આવતો હતો. જે માંડ માંડ 15 ટન માલ આવતાં વટાણાની આવકમાં ઘટાડો થયો છે. તેના કારણે એક સપ્તાહ અગાઉ 250 રૂપિયે મણ વેચાતા વટાણાં હાલમાં 400 થી 450 થઇગયો છે.
સરદાર પટેલ શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા દિલ્હી અને રાજસ્થાનના કોટાથી લીલા વટાણા મંગાવવામાં આવતા હોય છે. પરંતુ હાલમાં ખેડૂતોન ા કૃષિ કાયદા પરત ખેંચવાના આંદોલનની ચીમકીના પગલે ટ્રકો સમયસર આવતી નથી. જેના પગલે શાકમાર્કેટમાં રીતસરની લીલા વટાણાની આવક ઘટી ગઇ છે. જેના સીધો ફાયદો સરદાર પટેલ શાકમાર્કેટમાં વેચાણ કરતાં છુંટક દલલા વેપારીઓ ઉઠાવી રહ્યાં છે. જેમાં 20 રૂપિયે કિલો વેચાતા વટાણાં અછત બહાનું બતાવીને રૂા 30 થી 35 લેખે વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ બાબતે ગૃહિણી કિંજલબેને પટેલે જણાવેલ કે લીલા વટાણાંની રસોઇ માં વધુ ઉપયોગ થતો હોય છે. જો કે શિયાળાની સિઝનમાં લીલા વટાણાં મળતા હોય ખરીદી માટે પ્રથમ પસંદગી કરાતી હોય છે. પરંતુ ભાવ વધી જતાં બજેટ ખોરવાઇ ગયું છે.વધુમાં શાકભાજીનું વેચાણ કરતાં વેપારી મહેબુબ મીયા મલેકે જણાવ્યું હતું કે વટાણાનો એડવાન્સમાં ઓડર આપવા છતાં ટ્રાન્સપોટેશનને લીધે પુરતો માલ આવતો નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.