• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • President Of Anand People's Medical Society Demanded That OBC Portal For Getting Government Scholarships Should Not Be Started.

રજૂઆત:સરકારની શિષ્યવૃત્તિ મેળવવા ઓબીસીનું પોર્ટલ શરૂ ન થતાં વિદ્યાર્થીઓને હાલાકી, આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીના પ્રમુખે માંગણી કરી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિષ્યવૃત્તિની સહાય ન મળવાથી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસમાં રુકાવટ આવવાની શક્યતા

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષથી ઓબીસી (અન્ય પછાત વર્ગો)ના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ તક મળી રહે તે માટે શિષ્યવૃત્તિ આપવાની યોજના ચાલી રહી છે. પરંતુ કોરોના કાળ બાદ શિષ્યવૃત્તિ મેળવવા અંગેની કાર્યવાહી હજુ સુધી ઓનલાઇન ડિજીટલ પોર્ટલ શરૂ થયું નથી. જેના કારણે વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસમાં રૂકાવટ આવવાની શક્યતા છે. આથી, તે પોર્ટલ તાત્કાલીક શરૂ કરવા માટે આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીના પ્રમુખ બિપીનચંદ્ર પટેલએ માંગણી કરી છે.

આ અંગે બિપીનચંદ્ર પટેલ (વકિલ)એ જણાવ્યું હતું કે, સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગના 146 જેટલી જ્ઞાતીના ગરીબ બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષને બળ મળે તે માટે શિષ્યવૃત્તિની યોજના અમલમાં મુકી છે. પરંતુ ચાલુ વરસે કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિ મેળવવા અંગેની કાર્યવાહી હજી સુધી ઓનલાઇન ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર શરુ કરવામાં આવી નથી. આથી, સમગ્ર પછાત વર્ગના ઓબીસીના વિદ્યાર્થીઓમાં ચિંતાની લાગણી જન્મી છે.હાલમાં કોરોનાની મહામારીના કારણે ઓબીસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય ન મળવાથી તેઓના ઉચ્ચ અભ્યાસમાં રુકાવટ આવવાનો ભય ઉભો થયો છે. આથી શિષ્યવૃત્તિ યોજના તાત્કાલિક શરુ કરવા ભારપૂર્વક સરકારમાં રજુઆત કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસના ભવિષ્યને ધ્યાનમાં રાખી શિષ્યવૃત્તિ મેળવવા અંગેની કાર્યવાહી તાત્કાલીક ઓનલાઇન ડીજીટલ ગુજરાત પોર્ટલ પર શરૂ કરવી જોઈએ. સાથે ભણતા એસસી., એસ.ટી. અને એનટીડીએનટીના વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના ફોર્મ ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શુરુ થઇ ગઇ છે. પરંતુ ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થયો છે. આ બાબતે જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરતા તેઓ દ્વારા પણ હજી સુધી કોઇ સુચના સરકાર તરફથી મળેલ ન હોવાનું જણાવામાં આવ્યું હતું . આથી વિશાળ શૈક્ષણિક હીત અને ઉત્કર્ષને ધ્યાનમાં રાખી તાત્કાલિક આ યોજના શરૂ કરી માર્ચ-2022 સુધીમાં સહાય મળે તેવી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના કેબીનેટ મંત્રી અને રાજયકક્ષાના મંત્રીને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...