તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:પ્રકૃતિ નું જતન કરવું એ અત્યંત આવશ્યક છે; સી.આર.પાટિલ

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદના વડોદ ગામે 500 વૃક્ષોની રોપણીનો કાર્યક્રમ યોજાયો હતો.જો કે સોશિયલ ડીસ્ન્ટસનો અભાવ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
આણંદના વડોદ ગામે 500 વૃક્ષોની રોપણીનો કાર્યક્રમ યોજાયો હતો.જો કે સોશિયલ ડીસ્ન્ટસનો અભાવ જોવા મળ્યો હતો.
  • વડોદમાં 500 વૃક્ષોની રોપણી, 7 સરપંચોનું સન્માન

કેન્દ્ર સરકારની સફળતાનાં સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મહિલા મોરચા દ્વારા સેવા હી સંગઠન કાર્યક્રમના ભાગ રૂપે આણંદ જિલ્લાના વડોદ ગામે 500 વૃક્ષો રોપણનો કાર્યક્રમ યોજાયો આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ સી.આર.પાટિલે જણાવેલ કે હાલમાંજ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી, વર્તમાન સમયે પ્રકૃતિ નું જતન કરવું એ અત્યંત આવશ્યક છે.

ભારતીય જનતા પાર્ટી નો દરેક કાર્યકર સેવાકીય કર્યો સાથે કાયમ જોડાયેલો રહે છે,તેવામાં મહિલા મોરચા દ્વારા વડોદ ખાતે વૃક્ષારોપણ ના કાર્યક્રમ નું પ્રશંસનીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે, સાથે આણંદ જિલ્લા ના 7 સરપંચો નું કોરના મહામારી દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ તેમનું સન્માન કરવા નો અવસર મળ્યો હતો. સાંસદ મિતેશ પટેલ દ્વારા જિલ્લાના એક લાખ લોકો ને પ્રધાનમંત્રી વીમા યોજના નું પ્રીમિયમ પોતે ભરી જિલ્લાના એક લાખ લોકો ને આકસ્મિક સમયે મદદરૂપ બની રહે તેવો પ્રધાનમંત્રી વીમો કરી આપવાની કરવામાં આવેલી જાહેરાત બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી.

વૃક્ષારોપણ કાર્યક્રમ અને સરપંચ સન્માન સમારંભમાં ખંભાત ધારાસભ્ય મયુર રાવલ, ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર,આણંદ જિલ્લા પ્રભારી અમિતભાઇ ઠાકર,મહિલા મોરચા અધ્યક્ષા,વડોદના સરપંચ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...