ત્રિદિવસીય વર્કશોપ:બૌદ્ધિક દિવ્યાંગોની રજૂઆત જાણવી મુશ્કેલ હોય છે : પૂજા પટેલ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SPયુનિ.ના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં દિવ્યાંગની સમસ્યા પર ત્રિદિવસીય વર્કશોપ
  • દેશભરમાંથી કુલ 75થી વધુ પ્રશિક્ષણાર્થીઓ આવ્યાં હતાં

શારીરિક રીતે જે અશક્ત હોય છે તેમની પીડાઓ જાણવી સરળ છે, પણ કોઈ માનસિક દિવ્યાંગ હોય ત્યારે તે શું અનુભવે છે, તે કેવી યાતનાઓમાંથી પસાર થાય છે તે જાણવું ખૂબ જ અઘરૂં બનતું હોય છે, એમ વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ બી.એડના પ્રશિક્ષણાર્થીઓ માટે ‘પેરેન્ટસ એસ ઈક્વલ પાર્ટનર્સ ઈન ધ ઈન્ટરવેન્શનલ પ્રોસેસ’ વિષય પર ત્રિદિવસીય ઓફલાઈન સ્ટેટ ઝોનલ લેવલ વર્કશોપમાં રાષ્ટ્રપતિના હસ્તે બેસ્ટ પર્સનનો એવોર્ડ મેળવનારા પૂજા પટેલે જણાવ્યું હતું.

આ અંગે વધુ વાત કરતાં પૂજા પટેલે ઉમેર્યું હતું કે, માનસિક દિવ્યાંગોની તકલીફ વિશે માતા-પિતા વાકેફ હોવા જોઈએ. તે માટે પેરેન્ટસને જાગૃત રાખવા અને તેમને સશક્ત કરવા જોઈએ. આ માટે નિષ્ણાંત ટીચરોને આવા વર્કશોપ થકી ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી તેઓ વિકલાંગ બાળકોના માતા-પિતાને સશક્ત બનાવી શકે. ઉપરાંત વધુમાં તેમણે દિવ્યાંગ બાળકને ભારત સરકારના કાયદા વિશે સમજાવ્યું હતું.

બીજી તરફ આ પ્રસંગે ખાસ હાજર સાયકોલોજિસ્ટ મેઘના જોશીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દિવ્યાંગો માટે આટલા પ્રયત્નો કરવા છતાં ઘણી જગ્યાઓમાં થેરાપીસ્ટ, સાયકોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાત, ન્યુરોલોજીસ્ટ જેવા તજજ્ઞોનો અભાવ છે. આ વર્કશોપમાં સમગ્ર ગુજરાત તથા રાજસ્થાન, દીવ-દમણ સહિત અન્ય રાજ્યમાંથી કુલ 75 પ્રશિક્ષણાર્થીઓ આવ્યા હતા. જેમાં પ્રશિક્ષણાર્થીઓ દ્વારા વિકલાંગને સહાય મળે તે અંગેના સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...