તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:શાકભાજી-ફળફળાદિના કચરામાંથી જાતે ઘરે ઓર્ગેનિક ખાતર તૈયાર કરો

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.ના સીસી પટેલ કમ્યુનીટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે વર્કશોપ યોજાયો

શું તમે કિચન ગાર્ડન-ટેરેસ ગાર્ડનના શોખીન છો ? ઘર આંગણે જ શાકભાજીનું વાવેતર કરો છો ? જો તમે ઘરઆંગણે શાકભાજીનું વાવેતર કરો છો અને આ માટે તમારે ખાતરની વ્યવસ્થા કરવી છે તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરઆંગણે જ ઘરમાંથી નીકળતા કચરામાંથી ઘેરબેઠાં ખાતર બનાવી અને તેનો ઉપયોગ કરી શકો છો.

સરદાર પટેલ યુનિ.ના સીસી પટેલ કમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા અમદાવાદના પ્લાન્ટસ એક્સપર્ટ જાગ્રીતીબેન ભટ્ટ દ્વારા શાકભાજી-ફળફળાદિના કચરામાંથી કેવી રીતે ઓર્ગેનિક ખાતર બનાવી શકાય તે પર ઓનલાઈન વર્કશોપમાં તેમણે જણાવ્યું હતું કે, શાકભાજી-ફળફળાદિની છાલ, સૂંકા પાંદડા તેની ડાળીઓ સહિત ઘરમાંથી નીકળતા સૂંકા અને લીલાં કચરાંને જૂની પ્લાસ્ટીકની ડોલ, માટલું કે પછી કચરાપેટીનો ઉપયોગ કરી તેમાં એકઠું કરવામાં આવે છે. તેને એક સ્થળે સંગ્રહ કરી રાખ્યા બાદ તેના ક્યુરીંગ પીરીયડ દરમિયાન તેને એકાદ વખત ઉપર-નીચે હલાવવાનું હોય છે. સામાન્ય રીતે 14 દિવસ કે પછી તેના કરતાં વધુ સમય એટલે કે એક કે બે મહિનામાં ખાતર તૈયાર થઈ જતું હોય છે. જેનો ઉપયોગ ે ખેતરમાં પણ કરી શકાય છે.

ઘરે ખાતર બનાવતી વખતે શું ધ્યાન રાખશો ?
ખાતર જે પાત્રમાં બનાવવાનું હોય તેમાં કાળાં પાડવા પડશે { ખાતર બનાવેલા પાત્રને ઠંઠી જગ્યાએ રાખવો જોઈએ { ત્યાં વરસાદના છાંટા ન પડતાં હોવા જોઈએ કે ખૂબ તાપ પડતો ન હોવો જોઈએ { ઉપરનું ઢાંકણ કોઈ કપડાં વડે ઢાંકવું જોઈએ, ખુલ્લું ન રાખવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...