આયોજન:વિદ્યાનગર ઈસ્કોન મંદિરે રથયાત્રાની તૈયારીઓ શરૂ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી મંજૂરી બાદ આખરી ઓપ અાપવામાં આવશે

દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રા આ વર્ષે નીકળશે કે નહીં તેના પર સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે ઈસ્કોન મંદિર વિધાનગરમાં 17મી રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.જો કે વર્ષો બાદ રથયાત્રાનો રૂટ બદલવાનો નિર્ણય કર્યો છે. વહીવટી તંત્રની મંજુરી લીધા બાદ આખરી ઓપ આપવામાં આવશે.તેમજ કોરોનાની મહામારીના પગલે સરકારની ગાઈડ લાઈનનું પાલન હેઠળ સાદગીપુર્ણ રીતે રથયાત્રા કાઢવાનું આયોજન હાથ આવી રહેલ છે.

વિધાનગર ઈસ્કોન મંદિરના યુગ અવતાર ગોરદાસે જણાવેલ કે વિધાનગર ઈસ્કોન મંદિર દ્વારા સતત 17મી ભગવાન જગન્નાથની રથયાત્રાની અત્યારથી તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. જો કે સોમવારે વહીવટી તંત્રની મંજુરી લેવામાં આવશે. જો કે મંજુરી બાદ રથયાત્રામાં કેટલી વ્યક્તિઓ જોડાશે તનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં રથયાત્રાની તૈયારીના ભાગરૂપે સૌપ્રથમ ભગવાનનો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ 50 હજાર ઉપરાંત લાપસીના પેકેટ તૈયાર કરી પ઼સાદ વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...