તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:આણંદ જિલ્લામાં જન્માષ્ટમી બાદ હવે ગણેશોત્સવની તૈયારી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 400થી વધુ પંડાલ અને 5 હજારથી વધુ ઘરોમાં દુંદાળા દેવનું સ્થાપન કરાશે ઃ SOP સાથે ઉજવણી

આણંદ શહેર સહિત જિલ્લામાં ગણેશોત્સવનો અનેરો મહિમા છે અને દાયકાથી ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરાય છે પરંતુ ગત વર્ષે કોરોનાના કારણે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકાયો હતો. આ વર્ષે તેમાં આંશિક છુટછાટના કારણે હવે સાર્વજનિક મંડળો ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. જિલ્લાના 300થી વધુ ગામોમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.

આણંદ જિલ્લામાં આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, આંકલાવ, સોજીત્રા સહિત શહેરોમાં અને ગામડાઓમાં 400 થી વધુ પંડાલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત 5 હજારથી વધુ ઘરોમાં ગણેશજીની સ્થાપના કરીને દસ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે.

સોજીત્રામાં ગણેશોત્સવની તડામાર તૈયારીઓ
સોજીત્રા શહેર આસપાસના ગામોમાં 65થી વધુ મંડળો દ્વારા ગણેશોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વખતે કોરોના ગાઇડ લાઇન મુજબ માટીની ગણેજીની મૂર્તિઓ મોટાભાગના મંડળો દ્વારા 3 થી 4 ફૂટની બનાવવામાં આવી છે. અલબત્ત ભજન કિર્તન સહિતના કાર્યક્રમો મોફુફ રખાયા છે.> નૈનેષભાઇ પરમાર , બસ સ્ટેશન રોડ સોજીત્રા

બોરસદ ગંજ બજારમાં સાદગી પૂર્ણ રીતે ગણેશોત્સવની ઉજવણી કરાશે
બોરસદ શહેરમાં 40 વધુ મંડળો દ્વારા નાનામોટા ગણેશજીની સ્થાપના કરીને દસ દિવસ સુધી ઉજવણી કરાય છે. સરદાર ગંજ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી માટીની મૂર્તિ જ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ વખતે સરકારની ગાઇડ લાઇન મુજબ ચાર ફૂટની માટી મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે.

વિદ્યાનગરમાં સ્ટ્રાઇકર ગૃપ દ્વારા 4 ફૂટની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે
વિદ્યાનગર શહેરમાં નાના મોટા 35 મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. જેમાં ઇસ્કોન રોડ પર સ્ટ્રાઇકર ગૃપ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માત્ર 4 ફૂટની ગણેશજીની પ્રતિમાં બનાવીને પ્રસ્થાપિત કરવામાં આવશે તેમ સ્ટ્રાઇકર ગૃપના અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું.

ખંભાતમાં પરંપરા મુજબ ગણેશોત્સવ
ખંભાત શહેરમાં ત્રણ દાયકાથી 60 થી વધુ સ્થળોએ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 સ્થળોએ ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. જો કે, આ વખતે સરકારની ગાઇન લાઇન મુજબ ગણેશજીની શોભાયાત્રા કે વિસર્જન યાત્રા નહીં યોજવામાં આવે. > રોહિત ખારવા, માછીપુરા

અન્ય સમાચારો પણ છે...