વિઘ્નહર્તાની વિદાયની વેળા:આણંદ જિલ્લામાં ગણેશ વિસર્જનની તૈયારીઓ પૂર્ણ શહેરમાં ગોયા અને બાકરોલ તળાવમાં વ્યવસ્થા કરાઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ ગોયા તળાવમાં ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા આરંભી દેવાઈ હતી - Divya Bhaskar
આણંદ ગોયા તળાવમાં ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા આરંભી દેવાઈ હતી
  • અત્યાર સુધીમાં કુલ 150 ઉપરાંત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ: તંત્રની ઘરમાં જ વિસર્જનની અપીલ

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવતીકાલે ભગવાન ગણેશ ગજાનનનું વિસર્જન કરાશે. આ માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આણંદ શહેરના ગોયા તળાવ, બાકરોલ તળાવમાં વિસર્જન કરાશે. અત્યાર સુધીમાં કુલ 150 ઉપરાંત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ છે. શહેરીજનોને શક્ય હોય ત્યાં સુધી મૂર્તિઓનું ઘરે કે પંડાલમાં વિસર્જન કરવા પાલિકા દ્વારા વિનંતી કરવામાં આવી છે. આમછતાં તળાવો પર વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આણંદ શહેરમાં 425 ઉપરાંત નાના - મોટા ગણેશ યુવક મંડળો દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ત્યારે વિસર્જનને હવે આજનો દિવસ બાકી રહ્યો હોવાથી રવિવારના રોજ બાપ્પાની વિદાય ધામધૂમથી કરવા માટે તૈયારીઓ કરી દીધી છે.

આણંદ નગર પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવેલ કે, આણંદ ગોયા તળાવમાં ગણેશ વિસર્જન માટે ફાયર વિભાગના 20 તરવૈયા, બે તરાપા, એક એન્જીન બોટ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. પાલિકા તંત્ર દ્વારા શનિવારે ગોયા તળાવની ફરતે લાઈટોની વ્યવસ્થા, વાહન પાર્કિંગ સહિતની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે રાત્રે 9 વાગ્યા સુધી વિસર્જન કરી શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...