તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બુધવારે કારતક સુદ અગિયારસે વિક્રમ સંવત 2077ની પ્રથમ પ્રબોધિની એકાદશી (ભાગવત) છે. આ એકાદશી શ્રદ્ધા-ભક્તિપૂર્વક મનાવવામાં આવે છે. જ્યોતિષી મિતેષભાઈ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર આવા શુભ દિવસથી ચાતુર્માસની સમાપ્તિ થશે. ઉપરાંત, આ દિવસથી તુલસીવિવાહની સાથે લગ્નગાળાનો પણ પ્રારંભ થશે, જે ૧૪ ડિસેમ્બર સુધી રહેશે. 20 દિવસના ગાળામાં લગ્નનાં 9 મુહૂર્ત છે. ત્યાર બાદ એક મહિનો ધનારક (કમૂરતા) તરીકે ગણાશે. આ એક મહિનો માંગલિક કાર્યો માટે અશુભ માનવામાં આવે છે. વર્ષની પ્રથમ એકાદશીના શુભ દિવસે ભગવાન વિષ્ણુનાં તુલસી માતા સાથે લગ્ન થયાં હોવાથી તેને દેવઊઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોરોનાના પગલે ચાલુ વર્ષે લગ્નમાં માત્ર 100 માણસની જ પરવાનગી છે. તેમજ લગ્ન માટે ડી.જે, વરઘોડા માટે પણ પરવાનગી ન હોવાથી નોટાભાગના લોકોએ લગ્ન અટકાવી દીધા છે. જેના કારણે એન.આર.આઈ પણ આ વખતે ઓછા આવ્યા છે. જેને લઈને લગ્ન ઓછા જોવા મળશે. આણંદ રણછોડજી મંદિર સહિત જિલ્લાના મંદિરોમાં તુલસી વિવિાઙની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે.
વિ.સં. 2077માં લગ્નનાં શુભ મુહૂર્ત
દેવઊઠી એકાદશીની પૂજાવિધિ
આણંદ જિલ્લાના સ્વામિનારાયણ મંદિરોમાં તથા વૈષ્ણવ મંદિરોમાં એકાદશી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ઠાકોરજીની પૂજા અર્ચના કરે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.