• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Prabodhaswami Juth's Haribhaktas Stopped The Prabodhaswami Group From Putting Up Banners To Celebrate The Premaswaroop Swami Group At Bakrol Atmiya Vidyadham.

કાર્યક્રમોની ઉજવણીને લઇ બે જૂથ આમને સામને:બાકરોલ આત્મીય વિદ્યાધામમાં પ્રેમસ્વરૂપ સ્વામી જૂથે ઉજવણી માટે બેનર લગાવતા પ્રબોધસ્વામી જુથના હરિભક્તોએ અટકાવ્યાં

આણંદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિટિ મેમ્બર્સને પણ અંદર પ્રવેશ દેવામાં ન આવતા પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આણંદના બાકરોલ ગામે આવેલા આત્મીય વિદ્યાધામમાં પ્રેમસ્વરૂપ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી જુથ ફરી આમને સામને આવી ગયાં છે. ધાર્મિક કાર્યક્રમો ઉજવવાને લઇ બન્ને સ્વામીના હરિભક્તો વચ્ચે તૂતૂ મેંમેં થઇ હતી. આ ઉપરાંત કમિટિ મેમ્બર્સને પણ અંદર પ્રવેશ દેવામાં ન આવતા પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બાકરોલમાં આત્મીય વિદ્યાધામમાં સમિતિ સભ્યોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, યોગી ડિવાઇન સોસાયટી, શ્રીહરિ આશ્રમ હરિધામ સોખડા સંચાલિત આ આત્મીય વિદ્યાધામ, બાકરોલ પરિસરમાં અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, સભાગૃહ, હરિસૌરભ હોસ્ટેલ તેમજ અતિથિગૃહ આવેલું છે. આ તમામ વ્યવસ્થામાં સભાગૃહ તેમજ હરિસૌરભ હોસ્ટેલ, અતિથિગૃહ તેમજ અન્ય મકાનો યોગી ડિવાઇન સોસાયટી સંચાલિત છે અને અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિ આશ્રમ સંચાલિત છે. બાકરોલ આત્મીય વિદ્યાધામ પરિસર સમગ્ર સંચાલન હરિધામ સોખડા ખાતેથી જ થાય છે. હરિપ્રસાદ સ્વામીજીના દેહવિલય બાદ તેમના અનુગામી પ્રેમસ્વરૂપ સ્વામીજીના અધ્યક્ષ સ્થાને પરિસરનું સંચાલન ચાલે છે. આ પરિસરનું સંચાલન માટે 18મી ફેબ્રુઆરી,22ના રોજ વ્યવસ્થાપક સમિતિની રચના યોગી ડિવાઇન સોસાયટી તેમજ શ્રીહરિ આશ્રમ હરિધામ સોખડાના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વિરોધી જૂથ દ્વારા મામલો કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે રજૂઆતને ના મંજુર કરી હતી. જેથી તેઓ ચેરિટી કમિશનરમાં ગયાં હતાં.

સમૂહ મહાપૂજનના આયોજનનો વિરોધ કર્યો હતો
મહત્વનું છે કે, આ સમયે સમયે કમિશનરે આત્મીય વિદ્યાધામમાં સત્સંગ કે ધાર્મિક સભા, દેશની આઝાદીની ઉજવણી જેવા કાર્યક્રમો ન કરવા કોઇ મનાઇ હુકમ આપ્યો નહતો. તેમ છતાં કલ્પેશ ઉર્ફે પરમ સુરેશ કવા તથા અન્ય કુલ 11 વ્યક્તિઓએ હાલમાં સમૂહ મહાપૂજનના આયોજનનો વિરોધ કર્યો હતો અને કમિટિના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પરિસરમાં યોગી ડિવાઇન સોસાયટી અને શ્રીહરિ આશ્રમ કે વ્યવસ્થાપક સમિતિ કે કોઇ સત્સંગીઓએ પ્રવેશ કરવાનો નથી. કારણ કે કમિશનર વડોદરાએ સ્ટે આપેલો છે. તેવી વાત કરી હતી. ખરેખર આત્મીય વિદ્યાધામ ખાતે પ્રવેશ નહીં કરવા એવી કોઇ મનાઇ ચિરીટ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો જ નથી. આથી, ટ્રસ્ટના પરિસરમાં કાયમી ધોરણે થતા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ન કરવા દેવા માટે કાયદો હાથમાં લેતા મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પ્રમુખ વિમલભાઈ પટેલ, સેક્રેટરી આશવભાઈ પટેલ તેમજ અન્ય સમિતિ સભ્યોની મંજુરી લઇ આત્મીય વિદ્યાધામ બાકરોલ ખાતે ગયાં ત્યારે પણ વિદ્યાનગર પોલીસ ઇન્સ્પેક્ટરે પણ સ્વીકાર્યું હતું કે ધાર્મિક આયોજન ન કરવા એવો કોઇ હુકમ નથી.
પુરતી સલામતી મળી રહે તેવી માગણી કરવામાં આવી
આથી, આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી કમિટિના સભ્યોને અટકાયતમાં રાખી અપશબ્દ બોલી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ગુનો નોંધવા માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રાવણ માસ નિમિત્તે 14મી ઓગષ્ટથી 21મી ઓગષ્ટ સુધીના જે કોઇ પણ ધાર્મિક અને રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો કરવાના છે, તો તે માટે પરિસરમાં રહેનારા સાધુ, સાધકો તથા સેવકો કોઇ પણ પ્રકારની દરમિયાનગીરી ન કરે તથા પોલીસ પ્રશાસન આ અંગે પુરતો સહકાર આપે અને આ કાર્યક્રમ દરમિયાન શાંતિની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ પ્રશાસન તરફથી પુરતી સલામતી મળી રહે તેવી માગણી કરવામાં આવી છે.
​​​​​​​જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે
આ અંગે શ્રેયસ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાકરોલ આત્મીય વિદ્યાધામ પરિસરમાં મંદિર, હોસ્ટેલ, ગેસ્ટહાઉસ, સભાગૃહ, ભોજનાલય વગેરે ભવાનો આવેલા છે. જે પૈકી ગેસ્ટહાઉસમાં પહેલા ગુજરાત હાઈકોર્ટના વચગાળાના આદેશ અન્વયે અને હવે સંયુક્ત ચેરિટી કમિશનર, વડોદરાના આદેશ અન્વયે સાધુઓ, સાધકો અને સેવકો કામચલાઉ રીતે નિવાસ કરે છે. અમારે જે કાર્યક્રમો યોજવાના છે તે પરિસરના આ રહેણાંક સિવાયના ભાગમાં યોજવાના છે. પરંતુ સંયુક્ત ચેરિટી કમિશનરના આદેશ અન્વયે કલ્પેશ સુરેશ કવા અને તેમના સાથીદારો કાયમી અને આખા પરિસરના માલિક બની બેઠા હોય તે રીતેનો વ્યવસાય કરી રહ્યા છે. તેટલું જ નહીં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને ખોટી રજૂઆત કરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અત્રે સાધુઓ, સાધકો અને સેવકો 21મી એપ્રિલ,22થી વસવાટ કરી રહ્યા છે. અમોએ તેમને સંપૂર્ણ સહકાર આપ્યો છે. માત્ર રહેઠાણની વ્યવસ્થાનો જ આદેશ હોવા છતાં તેમણે સેંકડો લોકોને બોલાવીને કાર્યક્રમો પણ કર્યા છે. આ માટે અમારી કે ટ્રસ્ટની પરવાનગી પણ લીધી નથી. આમ છતાં અમને રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિના કાર્યક્રમો યોજવા અટકાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...