પુરવઠો બંધ:આણંદમાં રવિવારે જેટકો સાઈડનું સમારકામ હોવાથી વીજ પ્રવાહ બંધ રાખવામા આવશે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વીજ વાયર પરથી વૃક્ષની ડાળીઓ કાપવા અને અન્ય જાળવણી માટે MGVCLની કામગીરી
  • સવારે 7 થી 1 સુધી 45 હજાર જેટલા વીજજોડાણને અસર થશે : મેન્ટેનન્સ માટે પુરવઠો બંધ રખાશે

શહેરને વીજ પુરવઠો પૂરો પાડતા 66 કેવી આણંદ સબ સ્ટેશનમાં જેટકો સાઈડનું સમારકામ હોવાથી આ સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ 11 કે. વી. ફીડર આવતીકાલે રવિવારે 7 કલાક સુધી વીજ પ્રવાહ બંધ રાખવામા આવશે. ત્યારે આણંદ સબ ડીવીઝન હસ્તક શાસ્ત્રી અને સરદાર ફીડરમાંથી કુલ 45 હજાર ઉપરાંત વીજ ધારકોને અસર થવા પામશે. જો કે મરામતની કામગીરી પુર્ણ થતાની સાથે બપોરે 1 કલાકે આણંદ શહેર સહિત ગામડી વિસ્તારમા લાઈટો ચાલુ કરી દેવાશે તેમ મધ્ય ગુજરાત વીજ કંપનીના સુત્રોએ જણાવ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવરાત્રિ બાદ રવિવારે સવારે 7 કલાકથી બપોરે 1 વાગ્યા સુધી આણંદ શહેર, ગામડી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામા આવશે. વધુમા સરદાર ફીડરના અધિકારી દિક્ષિતભાઈએ જણાવેલ કે 66 કે.વી.સબ સ્ટેશનમાં સમારકામ હોવાથી 7 કલાક સુધી લાઈટો બંધ રહેશે. આ સમયે વીજવાયર પરથી વૃક્ષોની ડાળખીઓ કાપવામા આવશે તેમજ ઝંપર, કેબલ બદલવા સહિત મરામતની કામગીરી હાથ ધરવામા આવશે. કુલ 5 ટીમો તૈનાત રાખવામા આવી છે. બપોરે 1 વાગ્યા સુધી મરામતની કામગીરી પુર્ણ થતાની સાથે લાઈટો ચાલુ કરી દેવાશે.બીજી તરફ આજે રવિવારે રજાના દિવસે સમગ્ર આણંદ શહેર સહિત ગામડી વિસ્તારમા લાઈટો બંધ રહેતા ધંધા ,રોજગાર સહિત કુલ 45 હજાર ઉપરાંત વીજ ધારકોને હાલાકીઓનો ભોગ બનવું પડશે.

આમ, દર રવિવારે મેનટેનન્સના બહાને જુદા-જુદા વિસ્તારોમાં વિજળી બંધ રખાશે. પરંતું સામાન્ય ફોલ્ટમાંમ પણ વિજળી ડુલ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...