• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Postmaster Of Sandesar After Taking 2.98 Lakh Rupees From The Residents Did Not Deposit It In The Post, Also Gave Fake Passbook.

ઉચાપત:સંદેસરના પોસ્ટ માસ્તરે ખાતેદારોના 2.98 લાખ રૂપિયા લીધા બાદ પોસ્ટમાં જમા ન કરાવ્યા, પાસબુક પણ નકલી આપી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદના સંદેસર ગામે આવેલી પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તરે 2018થી 2021 દરમિયાન બે ખાતેદાર પાસેથી લીધેલા રૂ.2.98 લાખ અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટના ડાક નિરીક્ષકને ફરિયાદ મળી હતી કે, સંદેસર બ્રાંચ પોસ્ટ ઓફિસના બ્રાંચ પોસ્ટ માસ્તર કનુભાઈ અંબાલાલ પરમાર (રહે.સંદેસર)ને અલગ અલગ તારીખે અલગ અલગ ખાતેદારો કે જેમને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા માટે જે રકમ આપી હતી, તેની ખોટી પાસબુક કુલ રૂ.2.98 લાખની બનાવી હતી. ખાતેદારોએ આપેલી રકમ અંગત કામમાં વાપરી નાંખી હતી. જે બાબતની કબુલાત પણ કનુભાઈ પરમારે ખાતાકીય તપાસ દરમિયાન કરી હતી. ખાતેદારોએ પણ પોતાના નામની કોટી પાસબુક જેમની જાણ બહાર બનાવી છે, તેનું જણાવ્યું હતું. આ ગેરરીતિના પગલે તેમને ફરજમુક્ત કરવામાં આવ્યાં છે. અલબત્ત, 21મી સપ્ટેમ્બર,21ના રોજ ડાક નિરીક્ષકની મુલાકાત દરમિયાન ગેરરીતિ બહાર આવી હતી. આ અંગે સાલિન્દર મહલની ફરિયાદ આધારે વિદ્યાનગર પોલીસે કનુ અંબાલાલ પરમાર સામે ગુનો નોંધ્યો હતો.

બે ખાતેદારને નકલી પાસબુક આપી હતી
પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની તપાસમાં કનુભાઈ પરમારે નકલી પાસબુક બનાવી હોવાનું ખુલ્યું હતું. અસલ પાસબુકના આગળના ચાર પેજ ફાડી 5મા પેજથી શરૂ કરીને ખાતેદારને આપી હતી અને તેમની પાસેથી રૂ.એક લાખ ફિક્સમાં મુકવા લીધાં હતાં. પરંતુ તે રકમ વાપરી નાંખી હતી. આમ, કુલ બે ખાતેદાર પાસેથી રૂ.2.98 લાખ લીધા હતા અને તેમને ચાર પાસબુક નકલી બનાવી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...