તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:પણસોરામાં પોસ્ટ માસ્તર દ્વારા 54 હજારની ઉચાપત, ખાતેદારોના નાણાં અંગત કામમાં વાપર્યા

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નડિયાદના અલિન્દ્રા ખાતે ચિંતનભાઈ જયંતિભાઈ સોલંકી રહે છે અને તેઓ પણસોરાની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવે છે. 2 જાન્યુઆરી, 2019થી 17 જૂન, 2020ના સમય દરમિયાન તેણે કેટલાક ખાતેદારોની જાણ બહાર તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. તેમજ કેટલાક ખાતેદારના જમા કરવા આપેલા નાણાંને જમા કરાવ્યા નહતા.

વધુમાં બ્રાંચ ઓફિસમાં લિમિટ કરતા વધારે કેસ રાખી તેનો અંગત વપરાશ કરી નાંખ્યો હતો. બીજી તરફ પણસોરા ગામની પોસ્ટ ઓફિસમાં તાજેતરમાં ઓડિટ હાથ ધરાયું હતું. જેમાં પોસ્ટ માસ્તરે પોતાની ફરજ દરમિયાન ખાતેદારોની કુલ રૂપિયા 54,691ની ઉચાપત કરી હોવાનું ખૂલ્યું હતું. જે સંદર્ભે ઉપ વિભાગીય નિરીક્ષક દિપકકુમારે આ અંગે ભાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો