તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:SP યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ અપાય તેવી સંભાવના

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા લેવાશે કે નહીં લેવાય તેવી અટકળો વચ્ચે પ્રવેશને લઈને વાલી-છાત્રોની મંૂઝવણ વધી

સીબીએસસી બાદ ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ ધોરણ 12ની પરીક્ષાઓ રદૃ જાહેર કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મોટાભાગની કોલેજોમાં પ્રવેશને લઈને સમસ્યા સર્જાશે. ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ થતો હોય છે ત્યારે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષાઓ લેવાય તેવી સંભાવના છે. જોકે, આ માટે ઈન્ટર્નલ પરીક્ષાઓના માર્કસને પણ ધ્યાને લેવામાં આવશે.

આ અંગે વાત કરતાં સરદાર પટેલ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હાલમાં ધોરણ 12ની પરીક્ષાઓ રદૃ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, હવે આગામી સમયમાં કોલેજોમાં પ્રવેશને લઈને સમસ્યા સર્જાશે. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ આપવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે પ્રવેશ કેવી રીતે આપવો એ એક સમસ્યા છે. જોકે, હાલ પૂરતું કોલેજોમાં પ્રવેશ પરીક્ષાઓ યોજીને જ પ્રવેશ આપવો તેવો એક નિર્ણય છે. કારણ કે, સામાન્ય રીતે મેડિકલ, એન્જિનીયરીંગ, ફાર્મસી જેવા ફિલ્ડમાં જતાં વિદ્યાર્થીઓએ પણ ફરજીયાતપણે નીટ, જેઈઈ જેવી પ્રવેશ પરીક્ષાઓ આપવી જ પડતી હોય છે.

યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષા લેવાશે અને તેનો નિર્ણય આગામી સમયમાં કરવામાં આવશે. જોકે, આ બધો જ મદાર આગામી સમયમાં સરકારની શું નીતિ છે તેના પર પણ છે. એક તરફ વિદ્યાર્થીઓની અગાઉ લેવાયેલી ઈન્ટર્નલ પરીક્ષાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ખાસ તો બી.બી.એ., બી.એસ.સી., બી.એસ.ડબલ્યુ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ વખતે ખાસ ધ્યાન આપાવમાં આવશે અને એ પછી જ વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...