ઉજવણી:આણંદમાં રાષ્ટ્રીય અંધજન મંડળ અને ટેરેસ શાળાના ગરીબ બાળકો દિવાળીની ભાવસભર ઉજવણી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગની લાગણી

આણંદમાં રાષ્ટ્રીય અંધજન મંડળ અને હિના તડવીની ટેરેસ શાળાના બાળકો સાથે અગ્રણી સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા દિવાળીની ઉજવણી કરાઈ હતી. અહીં પ્રજ્ઞાચક્ષુ તેમજ ગરીબ બાળકો સાથે વિવિધ પ્રકારના ફટાકડા ફોડી દિવાળીની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓનું આ સામાજિક કાર્યએ ગરીબ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગની લાગણી વહેતી કરી હતી.

સમગ્ર દેશ દિવાળીની ઉજવણી માં વ્યસ્ત છે.ધનવાન અને મધ્યમવર્ગ આ ઉજવણી ખાસ પ્રકારે કરતા હોય છે.નવા વર્ષમાં ,નવા કપડાં ,મીઠાઈ અને ફટાકડા થી ઉભરાતા બજારો અને ખરીદી થી ખીલેલા ખિલખિલાટ ચહેરાઓ જોઈ સામાન્ય ગરીબવર્ગ અને તેમના બાળકો આ જોઈ રહેતા હોય છે.ક્યારેક આ ખુશીઓ પોતાના આંગણે પણ આવશેની આશા સાથે સોનેરી શમણાંમાં વિહરતા હોય છે.સમાજનો દિવ્યાંગ અને ગરીબ વર્ગ પોતાની લાચારી સાથે ખુશીઓની લાળ ગળતો હોય છે.

આણંદમાં નગર અને જિલ્લાના અગ્રણી મહિલાઓ આગેવાનોએ રાષ્ટ્રીય અંધજન મંડળ અને હિના તડવીની ટેરેસ શાળા ખાતે દિવ્યાંગ અને ગરીબ વિધાર્થીઓ સાથે દિવાળીની ભાવસભર ઉજવણી કરી હતી.અહીં મહિલા આગેવાનો દ્વારા સ્વખર્ચે બાળકોને મીઠાઈ, પફ, ક્રીમરોલ, કેક, દારૂખાનું દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ મહિલા મોરચા મંત્રી નિપાબેન પટેલ, નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના અલ્પાબેન પટેલ,વિદ્યાનગરના કાઉન્સિલર રાખીબેન શાહ, કરમસદ નગરપાલિકાના ઉપપ્રમુખ કૃતિકાબેન પટેલે વગેરે હાજર રહ્યા હતા.

આ અંગે નિપાબેન પટેલે જણાવ્યું હતું કે સમાજ દિવ્યાંગ અને છેવાળાના વર્ગને પણ દિવાળીની ખુશીઓ ઉજવવાનો ઉમળકો હોય છે અમેમાત્ર તે ખુશીઓ ઉજવવા નિમિત્ત બની રહ્યા છે.તેઓના ચહેરે ખીલેલી ખુશીઓ આપણા પરિવારને પણ અંતરના આશીર્વાદ આપે છે.ઉત્સવની સાચી ઉજવણી અને ઉમળકો અહીં મળે છે તે અનેરો સંતોષ અર્પે છે.

આ અંગે રાષ્ટ્રીય અંધજન મંડળના ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે સંસ્થા દ્વારા તમામ તહેવારો અને ઉત્સવો તેમજ રાષ્ટ્રીય પર્વ પણ સંસ્થાના દાતા ,સહયોગી ,શુભેચ્છકો અને મદદકર્તા સાથે ઉજવીએ છીએ હવે આ દિવ્યાંગ બાળકો સાથે સૌને એક ખાસ પ્રકારનો સ્નેહસેતુ રચાઈ ગયો છે.દિવાળીની આવી ભાવસભર ઉજવણીમાં માનવ માનવ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ બક્ષે છે.

અન્ય સમાચારો પણ છે...