• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Pooja Patel, Yoga Coordinator Of Anandana Setu Trust Was Honored With First Place, Gold Medal And 51 Thousand Cash Prize In The State Yoga Competition.

યોગ સિદ્ધિ:આણંદના સેતુ ટ્રસ્ટના યોગ કો-ઓર્ડીનેટર પૂજા પટેલ રાજ્ય યોગ સ્પર્ધામાં પ્રથમ, ગોલ્ડ મેડલ અને 51હજાર રોકડ પુરસ્કાર આપી સમ્માન કરાયું

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં આણંદ સેતુ ટ્રસ્ટના યોગ કોઓર્ડીનેટર મીસ યોગીની પૂજા ઘનશ્યામભાઈ પટેલે ફિમેલ કેટેગરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.જેને લઈ તેના પરિવારજનો અને ચરોતરમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે.

ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લા, નગરાપાલિકાઓ, મહાનગપાલિકા ,સહિત ઝોન કક્ષાએ વિજેતા થયેલ 48 સ્પર્ધકોની રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાઇ હતી.જેમાં મહિલા વિભાગમાં આણંદ સેતુ ટ્રસ્ટના યોગ કો-ઓર્ડીનેટર મીસ યોગિની પૂજા પટેલ પ્રથમ ક્રમે રહી હતી. આ યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર પૂજા પટેલને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગોલ્ડ મેડલ અને રૂ.51000નું રોકડ ઈનામ આપી સમ્માન કરાયું હતું.

આ તબક્કે મીસ યોગિની પૂજા પટેલે યોગવિદ્યાને વિશ્વફલક ઉપર પ્રદર્શિત કરવા અને યોગકર્મીઓને પ્રોત્સાહિત કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.સેતુ ટ્રસ્ટના યોગ કો-ઓર્ડીનેટર મીસ યોગીની પૂજા પટેલની સિધ્ધિ અને પ્રસિધ્ધિ વધતી જઈ રહી છે.જેને લઈ ચરોતરવાસીઓમાં ખુશીનો માહોલ છે.મીસ યોગીની પૂજા પટેલની આ સિધ્ધિને વધાવી સેતુ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ પટેલ , સેક્રેટરી સુધાબેન પટેલ તેમજ ખજાનચી ચિરાગભાઈ પટેલ સહિત સેતુ ટ્રસ્ટ પરિવારના સૌ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...