• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Polling Completed In Anand APMC Amid Heavy Tussle, 97.25 Per Cent In Farmers Section And 92.86 Per Cent In Congregation Section

APMC ચૂંટણી:આણંદ APMCમાં ભારે રસાકસી વચ્ચે મતદાન પૂર્ણ, ખેડૂત વિભાગમાં 97.25 ટકા અને મંડળી વિભાગમાં 92.86 ટકા મતદાન

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેંસલો થશે

આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી ભારે રસાકસી વચ્ચે સંપન્ન થઈ હતી.ઉમેદવારોએ વધુ મતદાન કરાવવું તમામ રાત દિવસ એક કરી મહેનત કરી હતી.એપીએમસીની સામાન્ય ચૂંટણીમાં 12 બેઠકો માટે 23 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 97.25 ટકા મતદાન, અને સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગમાં 92.86 ટકા મતદાન નોંધાયું હતું. વેપારી મત વિભાગમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારનું ફોર્મ રદ થતા વિવાદ હાઇકોર્ટેમાં પડકરાયો છે.જેને લઈ મતદાન અને જાહેરાત પેન્ડીગ રાખ્યું હતું.મતદાન પૂર્ણ થતાં મતપેટીઓને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં મુકવામાં આવી છે. એપીએમસી સામાન્ય ચૂંટણીનું શુક્રવારે ખેતીવાડી ઓફિસમાં સવારે 9 કલાકે મત ગણતરી હાથ ધરાશે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવિધ વિભાગની 16 બેઠકોની મુદત પૂર્ણ થતાં ચૂંટણી વિભાગે જાહેરનામું બહાર પાડીને ચૂંટણી યોજવાના આદેશ કર્યા હતા. જેમાં ખેડૂત મત વિભાગમાં 10 બેઠક,વેપારી મત વિભાગની 4 બેઠક, અને સહકારી ખરીદ વેચાણ મંડળીની 2 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર 20 ઉમેદવાર અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓની બે બેઠક માટે 3 ઉમેદવાર મેદાને હતા.જે માટે ગુરુવારે સવારે 9 -00 થી સાંજના 5-00 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. જેમાં સૌ પ્રથમ ખરીદ વેચાણ મંડળીમાં 362 મતદારોમાંથી 352 મતદારોનું મતદાન મળી કુલ 97.25 ટકા મતદાન નોંધાયું હતું.

સહકારી ખરીદ વેચાણ મંડળીમાં ત્રણ ઉમેદવાર માટે 14 મતદારોમાંથી 13 મતદારો મતદાન કરતાં 92.86 ટકા મતદાન થયું હતું. વધુમાં ખેડૂત વિભાગમાંથી કુલ 63 મતદારોમાંથી 62 મતદારો મતદાન કરતાં 98.50 ટકા મતદાન થયું છે. ચૂંટણી દરમ્યાન કોઈ જ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ હાશકારો વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...