કામગીરી:તહેવારો પર પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવાર ટાળે ચોરી પર અકુંશ લાવવા પોલીસનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો

તહેવારો પર મોટાભાગના લોકો બહારગામ ફરવા માટે જતા હોય છ. ત્યારે બીજી તરફ તકનો લાભ લઈને તસ્કરો સક્રિય ન બને તે હેતુસર પોલીસ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. આ માટે આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાન દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે વાત કરતા અજીત રાજ્યાને જણાવ્યું હતું કે, દિવાળી સહિતના તહેવારોમાં લોકો ખુશીથી ફરવા માટે જાય તે હેતુસર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. નાઈટ પેટ્રોલિંગ ઉપરાંત સાંજના પાંચ વાગ્યા પછથી સતત પોલીસ દ્વારા વાહનચેકીંગની પણ ઝુંબેશ હાથ ધરાશે.

આ ઉપરાંત શહેરીજનોને પણ ખાસ સાવચેતી રાખવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ લોકો બહારગામ જતા હોય ત્યારે તેની જાણ આસપાસના રહીશોને અને ખાસ પોલીસને કરવી જોઈએ. આ ઉપરાંત આ દિવસો દરમિયાન, ઘરમાં કોઈ કિંમતી સામાન કે રોકડ પણ રાખવી ન જોઈએ કે જેથી ચોરીનો ભય રહે. જોકે, ચોરો પર આમ છતાં પણ અંકુશ રહે તે હેતુસર ભૂતકાળમાં ચોરી-ધાડમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર પર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. હવે જોવાનું રહ્યું કે હવે તહેવારોમાં આગળ શું થાય છે.

અન્ય સમાચારો પણ છે...