• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Police Seize Two Trucks Passing Through Anand's Bhadran, Seize More Than 13 Lakh Items Including 30,000 Liters Of Waste Chemicals

જલદ કેમિકલ ભરી જતા ટ્રક ઝડપાયાં:આણંદના ભાદરણમાંથી પસાર થતાં બે ટ્રકને પોલીસે ઝડપ્યા, 30 હજાર લીટર વેસ્ટ કેમીકલ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચાર શખ્સોની સ્થળ પર જ અટકી કંપનીના માલિક સહિત છ શખ્સો સામે ગુનો નોંધ્યો
  • વડોદરાથી વેસ્ટ કેમિકલ મોડાસામાં નિકાલ કરવા ટ્રકમાં 200 જેટલા પીપ ભર્યાં હતા

આણંદના ભાદરણમાંથી પસાર થતાં બે ટ્રકને શંકા આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રોકી તલાસી લેતા તેમાં 200 પીપમાં 30 હજાર લીટર જેટલું વેસ્ટ કેમિકલ મળી આવ્યું હતું. આ વેસ્ટ કેમિકલ વડોદરાની શીવા પરફોરમન્સ મટીરીયલ્સ પ્રા.લી. કંપનીમાંથી ભરી મોડાસા ખાલી કરવા જવાના હોવાથી પોલીસે રૂ.13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી ચાર શખ્સની સ્થળ પર જ અટકી કરી હતી. આ ઉપરાંત કંપનીના માલિક સહિત છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, બે ટ્રકમાં પ્લાસ્ટીકના પીપમાં શંકાસ્પદ વેસ્ટ જ્વલનશીલ પ્રવાહી ભરીને ક્યાંક ખાલી કરવાના ઇરાદે જઇ રહી છે. આ બાતમી આધારે ખાસ ટીમ બનાવી પીપળી ગામ પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન બાતમી વાળી બે ટ્રક આવતા બન્નેને રોકવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ બન્ને ટ્રકમાં આશરે 200 જેટલા પીપમાં 30 હજાર લીટર ઉપરાંત વેસ્ટ કેમિકલ મળી આવ્યું હતું.

આ અંગે પોલીસે બન્ને ટ્રકના ચાલક અને ક્લિનરની અટક કરી સઘન પૂછપરછ કરતાં તેઓએ આ વેસ્ટ કેમિકલ વડોદરાની શીવા પરફોરમન્સ મટીરીયલ્સ પ્રા.લી.ના માલીકોએ આપ્યું હતું અને તે મોડાસામાં ખાલી કરવા જવાનું કબુલ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આ વેસ્ટ કેમિકલ બેદરકારી રીતે લઇ જવાતું હતું. લીકેજ થાય તો પ્રજાનું સ્વાસ્થ્ય જોખમાય. તેવી જ રીતે હવા અને પર્યાવરણ પણ દુષિત થાય. આ પ્રકારની ગંભીર બેદરકારીથી બીજાની જીંદગી જોખમાય તેવું ખુલ્યું હતું.

આ અંગે હેડ કોન્સ્ટેબલ નરસિંહભાઈ કાળાભાઈની ફરિયાદ આધારે જયસિંગ કમલેશ ઠાકોર, સૌરભસિંગ કમલેશ ઠાકોર, મોહમદઇશાક મોહમદ રસીદ પઠાણ (રહે. દીપ ટ્રાન્સપોર્ટ, વડોદરા) ઉપરાંત શીવા પરફોરમન્સ મટીરીયલ્સ પ્રા.લી.માંથી માલ ભરાવનારા, કંપનીના જવાબદાર વ્યક્તિ અને માલ મંગાવનારા મોડાસાના શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.

એસઓજીએ 13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વેસ્ટ કેમિકલ ભરેલી બે ટ્રક જપ્ત કરવામાં આવી હતી. જેમાં રેઝીન કંપનીનો બગડી ગયેલો બેચનો હોય તેવું જણાયું હતું. બન્ને ટ્રકમાં કુલ 400 પીપમાં 30 હજાર 80 લીટર વેસ્ટ કેમિકલ કિંમત રૂ.3 લાખ 800 તથા બન્ને ટ્રક કિંમત રૂ. 10 લાખ, ત્રણ મોબાઇલ કિંમત રૂ.15 હજાર મળી કુલ રૂ.13 લાખ 15 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...