તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી ફફડાટ:3.25 કરોડની તપાસમાં ઘરમાલિકને કોરોનાની અસર થતાં પોલીસ પરત

આણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • રોકડ મળવાના મામલામાં પોલીસનું ભીનું સંકેલવા પ્રયાસ તો નથી કરી રહી ને ?

ખંભાતના ખારો પાટ વિસ્તારમાં રહેતા રાજેશકુમાર પટેલના ઘરમાંથી ગુરૂવારે રૂપિયા 3.25 કરોડ મળવાના બનાવમાં તપાસ ઠપ્પ થઈ ગઈ છે. મામલો બેનામી સંપત્તિનો હોય હવે આગામી તપાસ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સોંપી હોવાનું જણાવ્યું હતું. જોકે, બીજી તરફ મોડી રાત્રિના અને સવાર સુધી ફરાર રહેલા રાજેશ પટેલને કોરોનાના લક્ષણ દેખાયા હોય હાલમાં તેમનું નિવેદન લેવાનું બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેને પગલે સમગ્ર મામલે પોલીસ દ્વારા જાણે ભીનું સંકેલવાના પ્રયાસ કરવામાં આવતા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

આ અંગે વાત કરતાં એસઓજી પીઆઈ ગોવિંદ એન. પરમારે જણાવ્યું હતું કે, હાલમાં 3.25 કરોડની રકમ એસઓજી પોલીસે કબ્જે લીધી છે. બીજી તરફ ગુનો બેનામી સંપત્તિનો છે એટલે સમગ્ર ગુનાની તપાસ આવકવેરા વિભાગ કરશે. જોકે, પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારથી ગુમશુદા રહેલો રાજેશકુમાર પટેલની પોલીસે ધરપકડ કરી કે નહીં તે બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા તેની પત્નીનો સંપર્ક કરાતાં તેણે જણાવ્યું હતું કે, રાજેશકુમારને હાલમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. જેને પગલે અમે લોકો તેની પૂછપરછ કરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો