બાળ મજૂરીનું દુષણ:ખંભાતમાં બાળ મજૂર રાખતાં બે વેપારી સામે કાર્યવાહી, પોલીસે ચાર બાળ મજૂરને મૂક્ત કરાવ્યાં

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરપ્રાંતીય લોકો અનેક ગરીબ બાળકોને અહીં લાવી મજૂરી કરાવે છે
  • પોલીસે ડ્રાઇવનું આયોજન કરી બે વેપારી સામે કાર્યવાહી હાથ ધરી

આણંદ જિલ્લામાં બાળ મજૂરીનું દુષણ ફુલ્યું ફાલ્યું છે. પરપ્રાંતીય લોકો અનેક ગરીબ બાળકોને અહીં લાવી મજૂરી કરાવે છે. થોડા સમય પહેલા જ આણંદ રેલવે અને ચાઈલ્ડ લાઇન દ્વારા આવી 14થી વધુ બાળ મજૂરોને શોષણખોર વ્યાપારીઓની ચુંગાલમાંથી મૂક્ત કરાવ્યા હતા. હાલ ખંભાત શહેરમાં દિવાળી દરમિયાન ગ્રાહકી વધતા અને વેપાર પૂર્વવત થવાની આશા દેખાતા નાની-મોટી દુકાન પર બાળકોને નોકરી પર રાખી તેમનું શોષણ કરવાનું દુષણ વધ્યું છે. આ અંગે શહેર પોલીસે ડ્રાઇવનું આયોજન કરી બે વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાત શહેરની ભાગ્યલક્ષ્મી મદ્રાસ હોટલ પર ત્રણ બાળકોને કામે રાખ્યાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આથી, પોલીસે તેના માલીક કમલેશ સીતારામ ચેટીયાર (રહે.આડીનાકા રાણા ચકલા પાસે, ખંભાત) સામે ગુનો નોંધ્યો હતો. આ કાર્યવાહીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. આ હોટલનો માલીક બાળકો પાસેથી ગ્રાહકને જમવાનું પીરસવાનું, પાણી આપવાનું તેમજ ટેબલ સાફ સફાઇનું કામકાજ કરાવતો હતો અને તેમને દૈનિક વેતનમાં રૂ.200 ચુકવતો હતો.

આ ઉપરાંત ખંભાતની ભવાની ફ્લોરમીલ કરીયાણાની દુકાનમાં તપાસ કરતાં બાળ મજુર મળી આવ્યો હતો. આથી, દુકાન માલીક પ્રેયસકુમાર વિજય જયસ્વાલ (રહે.આરાધના સોસાયટી, ખંભાત) સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ સગીરવયના બાળક પાસે દુકાનમાં કરિયાણું લાવવા, પેક કરવા માટે રાખવામાં આવ્યો હતો અને દૈનિક મહેનતાણા રૂપે દૈનિક રૂ.220 ચુકવતો હતો.

અન્ય સમાચારો પણ છે...