વિદ્યાનગર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી 15 વર્ષનો કિશોર અચાનક ક્યાંક જતો રહ્યો હતો. તેની શોધખોળ કરવા છતાં ન મળતાં આખરે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિદ્યાનગરના મધુદીપ બંગલોમાં ચિલ્ડ્રન હોમ બનાવવામાં આવ્યું છે. જેમાં અધિક્ષક તરીકે વિશાલ કૌશિકકુમાર દવે ફરજ બજાવે છે. જ્યારે ચિલ્ડ્રન હોમમાં 22 જેટલા બાળકો છે. આ બાળકોમાં 30મી ડિસેમ્બર,22ના રોજ ચિલ્ડ્રનહોમ મુંબઇથી ચાઇલ્ડ વેલફેર કમીટી મુંબઇ દ્વારા બિનવારસી મળી આવેલા 15 વર્ષના કિશોરને ટ્રાન્સફર કર્યો હતો.
આ દરમિયાનમાં 5મી જાન્યુઆરી,23ના રોજ સવારે સાતેક વાગ્યા આસપાસમાં આ કિશોર નાસ્તો કરીને ક્યાંક જતો રહ્યો હતો. જે મળતો નહતો. જે મેઇનગેટથી ભાગી ગયો હતો. આથી, સ્ટાફના માણસો દ્વારા વિદ્યાનગર, આણંદ સહિતના આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તે મળી આવ્યો નહતો. આખરે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે વિશાલ દવેએ ફરિયાદ આપતા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.