તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Police Raid Farmer's House In Khambhat 3.25 Crore Cash Recovered; Wife Says Husband Has 1 Lakh Salary, Son Living In London Sends Money

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધધધ... રૂપિયા સામે દરોડા:ખંભાતમાં ખેડૂતના ઘરમાં પોલીસ ત્રાટકી - 3.25 કરોડ રોકડા મળ્યા; પત્ની કહે છે, ‘પતિનો 1 લાખ પગાર છે, લંડન રહેતો પુત્ર નાણાં મોકલે છે’

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

આણંદ જિલ્લામાં બનતા મિલકત વિરોધી ગુના અટકાવવા માટે જિલ્લા પોલીસવડાની સુચનાથી આણંદ એસઓજી પોલીસે પેટ્રોલીંગમાં ખંભાત વિસ્તારમાં નીકળ્યા હતા.ત્યારે બાતમી મળી હતી કે, ખંભાત શહેરના ખારોપાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશકુમાર નગીનદાસ પટેલે પોતાના સમારકામ ચાલતા મકાનના રૂમમાં તિજોરીની અંદર બિનઅધિકૃત રૂા 3 કરોડ ઉપરાંતની રોકડ રકમ છુપાવી રાખેલ છે. જેથી આણંદ એસઓજી ટીમે ખંભાત ખારોપાટ વિસ્તારમાં બાતમી મુજબના સ્થળે છાપો મારતા રાજેશકુમાર નગીનદાસ પટેલના સમારકામ ચાલતા મકાનના રૂમમાંથી તીજોરીમાંથી રૂા 2 હજારની ચલણી નોટોના બંડલનંગ-50 રૂ 1 કરોડ અને રૂ 500ના દરની ચલણી નોટોના 450 બંડલ રૂ 2.25 કરોડ મળી કુલ 3.25 કરોડની રોકડ રકમ મળી આવી હતી. જોકે રાજેશકુમાર નગીનદાસ પટેલ સ્થળ પરથી મળી આવ્યા ન હતા.તેઓનો મુખ્યવ્યવસાય ખેતી છે.

એસઓજીની ટીમે તેઓના પત્ની પુનીતાબેન રાજેશકુમાર પટેલની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, પોતાના પતિ ફેક્ટરીમાં નોકરી કરે છે. અને રૂપિયા એક લાખ પગાર છે. પોતાના લંડન ખાતે રહેતા પુત્ર ધવલ ધ્વારા સંબંધીઓ થકી નાણાં મોકલાવ્યા હોવાની વિગતો જણાવી હતી. જોકે, આ વિગતોમાં કોઈ તથ્ય જણાઈ આવ્યું ન હતું. જેથી આણંદ એસઓજીની ટીમે મળી આવેલ રૂા 3.25 કરોડની રોકડ રકમ કબ્જે લઇ આયકર વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ નાણાં પાછળ હવાલા કૌભાંડ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

રાજેશ પટેલના સગાસંબંધીઓની ખંભાતમાં ચારથી વધુ કંપનીઓ
ખંભાત રાજેશ પટેલનો પરિવાર વર્ષોથી સુખી સંપન્ન છે. તેઓનો મુખ્યવ્યવસાય ખેતી છે. જયારે રાજેશ કુમાર પટેલના સંગાસંબંધીઓની ખંભાત શહેરમાં ચારથી વધુ મોટી કેમીકલ સહિતની મોટી કંપનીઓ આવેલી છે.તેઓ પણ એક કંપનીમાં ભાગીદાર છે. તેમને નફો અને પગાર બંને મળે છે. આ ઉપરાંત તેમના ભાઇ હીરોઉદ્યોગ સાથે સંકાળાયેલા છે.જયારે 15 વર્ષથી તેમનો પુત્ર લંડનમાં છે.તેથી હવાલના નાંણા આવ્યા હશે તેવી સંભાવના છે.

વિદેશ કે ઇન્ડસ્ટ્રીઝ હવાલાના નાંણા હોવાની સંભાવના
રાજેશકુમાર પટેલનો દિકરો ધવલ વર્ષોથી લંડનમાં સ્થાઇ થયો છે.ત્યાં પણ મોટો વ્યવસાય ધરાવે છે.તેથી વિદેશથી હવાલા દ્વારા નાંણા મોકલ્યા હોવાની સંભાવના છે. કે પછી તેઓ પરિવાર ઘણી કંપનીઓ સાથે સંકળાયેલો હોવાથી ઇન્ડસ્ટ્રીઝ કંપની હવાલા ના નાંણા હોવાની શકયતા વર્તાઇ રહી છે. જો કે જે હોય તે હાલ તો આ કેસ આયકર વિભાગને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો