વિવાદ:પેટલાદમાં વોરંટ બજવવા ગયેલા પોલીસ કર્મચારીઓને માર માર્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પેટલાદમાં દેવકુવા મદાર પીરની ડેરી પાસે શાહરૂખમીયા આબાદમીયા મલેક રહે છે. તેમના વિરૂદ્ધ પેટલાદની કોર્ટે ધરપકડ વોરંટ બહાર પાડ્યું હતું. જેથી પેટલાદ શહેર પોલીસ મથકના પૃથ્વીસિંહ ભૂરૂભા તેમજ અન્ય પોલીસકર્મી મહેશભાઈ, રાજેશભાઈ સોમવારે સાંજે સાત વાગ્યે વોરંટની બજવણી કરવા માટે શાહરૂખમીયા મલેકના ઘરે ગયા હતા. એ સમયે ઘરના સભ્યોએ પોલીસને શાહરૂખ પેટલાદ ગફુરબસ્તી ખાતે મળશે તેમ કહ્યું હતું. જેથી પોલીસની ટીમ પેટલાદ ગફુરબસ્તી ખાતે પહોંચી ગઈ હતી.

જ્યાં શાહરૂખમીયા આબાદમીયા મલેક મળી આવતા પોલીસે તેને પકડ વોરંટ અંગે કહ્યું હતું. અને પોતાની સાથે પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. ત્યારે શાહરૂખમીયા મલેકે પોલીસનાં માણસો સાથે ધક્કા મુક્કી કરી પોતાનુ બાઈક લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, બંને વચ્ચે ઝપાઝપી થતાં શખસે તેમને માર માર્યો હતો. વધુમાં તેણે તેમને ધમકી આપતાં જો તમે મને પોલીસ સ્ટેશનમાં લઈ જશો તો પેટલાદમાં નોકરી નહી કરવાં દઉં તેમ કહી અપશબ્દ બોલી ધક્કા મુક્કી કરી પોલીસના માણસો સાથે મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...