તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિગ્રી વગનો ડોક્ટર:આણંદના ઠીયાખાડમાંથી મેડિકલ ડિગ્રી વિના દવાખાનું ખોલી ધંધો કરતા બોગસ ડોકટરને પોલીસે દબોચ્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુદી જુદી એલોપેથી દવાઓ અને ઈન્જેક્શન સહિત રુપિયા સાત હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

આરોગ્ય વિભાગની નબળી કામગીરી અને સ્થાનિક પંચાયતોની બેદરકારીને કારણે ગામે ગામ અને શહેરમાં પણ બોગસ ડોકટરોનું નેટવર્ક સ્થપાઈ ગયું છે. વળી આ ગુનામાં કાયદાકીય નિયમો પણ હળવા હોઈ આ તત્વો બેફામ બની નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. કોઈપણ જાતના વ્યવસાયિક લાયસન્સ અને એજ્યુકેશન વિના આ તત્વો લોકોની મેડિકલ તકલીફોની સમસ્યાને સ્વરોજગારીમાં પરિવર્તિત કરી ગેરકાયદેસર રીતે લૂંટી રહ્યા છે.

ગ્રામ્ય કક્ષાએ કોરોના કાળમાં કોરોના સંક્રમણ દર્દીઓની ગંભીર પરિસ્થિતિ માટે ગામે અને નગરે ગેરકાયદેસર દવાખાનાની હાટડીઓ ખોલી બેઠેલા ડોકટરો જવાબદાર હોવાનું જણાતા રાજ્ય સરકાર દ્વારા તંત્ર અને પોલીસની આવા ડિગ્રી વિના મેડીકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્યને જોખમમાં મુકતા બોગસ તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપતા બોરસદ તાલુકાના કોઠીયાખાડ ગામે મેડીકલ પ્રેક્ટિસ વિના શ્રીજી ક્લીનીક ખોલી મેડીકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ભાદરણ પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાદરણ પોલીસ મથકના પીએસઆઈ કે.એસ. ચૌધરી સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કોઠીયાખાડ ગામે સુરેશ પરમાર નામનો શખ્સ કોઈપણ પ્રકારની મેડીકલ ડિગ્રી મેળવ્યા સિવાય શ્રીજી ક્લીનીક ખોલી મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. જે બાતમીના આધારે ભાદરણ પોલીસે અલારસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. પાર્થ ખાનપરાને સાથે રાખીને કોઠીયાખાડ ગામે શ્રીજી ક્લીનીકમાં છાપો મારતા સુરેશ સધરસિંહ પરમાર કોઈપણ જાતની મેડીકલ ડિગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

પોલીસે હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલમાંથી જુદી જુદી એલોપેથી દવાઓ, ઈન્જેકશન, ઈન્જેકશનની સીરીઝ, આઈવી સેટ અને મેડીકલ સાધનો સહિત રૂ. 7322નો મુદામાલ મળી આવ્યો હતો. મેડીકલ ઓફિસર પાર્થ ખાનપરાએ આ અંગે સુરેશની પુછપરછ કરતા તે પાસે કોઈપણ પ્રકારની મેડીકલ ડિગ્રી કે ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર નહી હોવાનું તેમજ તે ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટીસ કરતો હોવાની કબુલાત કરતા પોલીસે સુરેશ સધરસિંહ પરમાર (રહે. નાની શેરડી મોટું ફળિયું વિરુદ્ધ ભાદરણ)ની ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963ની કલમ 30 અને 35 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...