તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોરસદના સીસ્વા-ઉમલાવ રોડ પર લૂંટ કરનારા અને તેમાં સંડોવાયેલા સાત શખ્સોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ભાદરણ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. મોજશોખ માટે તેમણે ક્રાઈમ સીરીયલ જોઈને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને અનાજ કરીયાણાના વેપારી અને તેમના ભત્રીજાને માર મારી રૂપિયા બે લાખની લૂંટ આચરી હતી. જોકે, પ્રથમ વખત જ ગુનો કર્યો હોઈ તેઓ પોલીસના હાથે સાત દિવસમાં જ ઝડપાઈ ગયા હતા.
ગત 11મી ફેબ્રુઆરીના રોજ ઉમલાવ ગામે રહેતા શંકરલાલ મહેશ્વરી ભાદરણ ખાતે આવેલી ધવલ ટ્રેડર્સ નામની અનાજ કરીયાણાની દુકાન બંધ કરી ભત્રીજા મેહુલકુમાર સાથે બાઈક ઉપર ઘરે જવા નીકળ્યા હતા. આ વખતે સીસ્વાથી ઉમલાવ જવાના રોડ ઉપર બંધ ખરી પાસે બે મોપેડ પર આવેલા પાંચ શખ્સોએ તેમને રોક્યા હતા. અને લાકડીઓના દંડા મારી મેહુલ પાસે બે લાખ ભરેલી થેલી હતી તે ઝુંટવી ભાદરણ તરફ ભાગી ગયા હતા. આ બનાવ અંગે ભાદરણ પોલીસે લુંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેબીજી તરફ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ ટેક્નીકલ સોર્સ અને બાતમીદારોને સક્રિય કરી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને બાતમી મળી હતી કે, સીસ્વા લુંટના આરોપીઓ ભાદરણ ચોકડી પાસે આવ્યા છે. જેથી પોલીસે તરત જ દરોડો પાડી સુરત પાસીંગની કાર અને મોપેડ કબ્જે કર્યું હતું. વધુમાં સ્થળ પરથી હાર્દિક રબારી, ગૌરવ જાદવ, સમીર પરમાર, નીર પટેલ, યશ માછી, પાર્થ પટેલ અને બ્રિજેશ પટેલને ઝડપી પાડ્યા હતા.
પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમને અલગ-અલગ રાખી પૂછપરછ કરી હતી. જેમાં તેમની દરેક વાતમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેમણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં જ તેમણે લૂંટનો પ્લાન બનાવી રાખ્યો હતો. રાહુલ રબારી, સમીર અને ગૌરાંગે વેપારી શંકરલાલ કેટલા વાગે ઘરે જવા નીકળે છે. તેમની સાથે કોણ હોય છે. પૈસા ક્યાં મુકે છે. કેટલો સમય લાગે છે. આ બધાની સતત ત્રણ દિવસ સુધી રેકી કરી હતી અને ત્યાર પછી લુંટનો પ્લાન અમલમાં મુક્યો હતો. લૂંટનો માસ્ટર માઈન્ડ રાહુલ અને સમીર હતા.
એક માસ અગાઉ પિસ્તોલ ખરીદી હતી
પોલીસની પૂછપરછમાં હાર્દિક, સમીર અને બ્રિજેશે એક મહિના અગાઉ રાહુલ રબારીની વર્ના કાર લઈને મધ્યપ્રદેશના ઉજ્જૈન ગામે ગયા હતા. અને ત્યાંથી રૂપિયા 40 હજારમાં પિસ્તોલ ખરીદી હોવાની પણ કબુલાત કરી હતી. જે ભાદરણ દુધની ડેરીમાં નોકરી કરતા મેહુલ રજા રબારીને મુકવા આપી હતી. પોલીસે આ કબુલાતને આધારે આ પિસ્તોલ મેહુલના તબેલામાંથી કબ્જે લીધી હતી અને મેહુલ રજાભાઈ રબારીની પણ ધરપકડ કરી હતી.
લુંટના નાણાં સરખે ભાગે વ્હેંચ્યા હતા
લુંટ કર્યા બાદ પાંચેય તુરંત ભાદરણ તરફ ભાગ્યા હતા. ભાદરણના કીંખલોડ રોડ ઉપર રાહુલ રબારી અને બ્રીજેશ પટેલ ઉભા હતા. રાહુલે રૂપિયા બે લાખ ભરેલો થેલો પોતાના મોપેડની ડીકીમાં મુકી દીધો હતો અને ખાલી થેલો રાજાને આપ્યો હતો. આ થેલો રાજાએ ખેડાસા ગામ પહેલા રોડની સાઈડમાં નાખી દીધો હતો અને ચાલ્યા ગયા હતા. બીજી તરફ બીજા દિવસે તમામ મિત્રો ભેગા મળ્યા હતા અને લુંટની રકમમાંથી સરખા હિસ્સે ભાગ આપ્યો હતો. > પી.એ. જાદવ, પીએસઆઈ, એલસીબી, આણંદ.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.