કરમસદ-સોજિત્રા રોડ ઉપર સરદાર પટેલ મેમોરિયલ સામેની પાણીની ટાંકી નજીક ગત પાંચમી ડિસેમ્બરના રોજ રાત્રે અઢી વાગ્યે દરોડો પાડીને વિદ્યાનગર પોલીસે આણંદ પાસીંગની કારમાંથી ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલા અર્પિત ભુપેન્દ્ર મિસ્ત્રી (રહે. વિદ્યાનગર જકાતનાકા પાસે) અને તેની બાજુમાં બેઠેલો શખ્સ નીરવ કાળીદાસ સોલંકી (રહે. કરમસદ રણછોડ ભુવન રામદેવપીર મંદિર પાસે)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે કારમાં તપાસ કરતાં આગળના ભાગે, પાછળની સીટમાં, ડીકીમાં ચવાણાના પેકેટો અને એક વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂની તોડેલી બોટલ, કાર, ચવાણાના પેકેટ, મોબાઈલ ફોન તેમજ કોંગ્રેસના સિમ્બોલ વાળા 8 મફલર મળી કુલ રૂપિયા 4.24 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. એ પછી હાલમાં કેસ ચાલી રહ્યો હોય કોર્ટમાં મુદૃામાલ રજૂ કરાયો હતો.
જોકે, હવે કોર્ટે 14 હજારની કિંમતના 140 નંગ ચવાણાના પેકેટનો નિકાલ કરવા જણાવ્યું છે. આ મામલે જે માલિક છે તે માલિકની શોધખોળ હાથ ધરાઈ છે. આ અંગે વાત કરતાં પી.આઈ. સી. પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ખાદ્ય પદાર્થ હોઈ કોર્ટે તેના માલિકને સોંપવાનો આદેશ કર્યો છે. આ માટે આગામી 15 િદવસમાં માલિકે દાવો કરવાનો રહેશે અને આ માલ કોર્ટમાંથી છોડાવવાનો રહેશે. જો કોઈ માલિક નહીં મળે તો કોર્ટ કહેશે એમ તેનો નિકાલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.