તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ હોસ્પિ.માં કોવિડ દર્દીનું મોત:અપરા હોસ્પિ.માં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ, સીસીટીવી ફૂટેજ અને સ્ટાફના નિવેદનો લેવાના શરૂ કરાયા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદની પ્રખ્યાત અપરા હોસ્પિટલમાં પલાણાના દર્દીની અપમૃત્યુ થતા ડો.અજય કોઠીઆલા ની આ હોસ્પિટલના સ્ટાફની બેદરકારી અને નિર્દયતા સામે લોકરોષ ઉભો થયો છે. ચરોતરની પ્રજાની સંવેદના દર્દીના પરિજનો સાથે વહી રહી છે. આ કેસની ઢીલી ઢાલી તપાસ પરિવારજનોને ક્યાંકને ક્યાંક પોલીસ વિભાગની કામગીરી પ્રત્યે શંકા ઉપજાવે છે. જોકે આણંદ પોલીસે હોસ્પિટલના સ્ટાફના નિવેદન લેવાના શરૂ કર્યા છે અને અન્ય ટેક્નિકલ પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી છે. આ અંગે મૃતક ભુપેન્દ્રભાઈના સાળા વિપુલભાઈ પટેલ સાથે સંપર્ક કરતા તેઓએ પોલીસની કામગીરી બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ દુઃખદ ઘટનાને લઈ અમે અને અમારા પરિવારજનો સતત શિલ્પાબેન સાથે રહીએ છીએ. તેઓ પરિસ્થિતિની વાસ્તવિકતા સમજી ઝડપથી સ્વસ્થ થાય તે માટે સમજાવીએ છીએ.

આ ઘટના અંગે આણંદ ટાઉન પી.આઈ.વાય.આર.ચૌહાણ સતગે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ટેક્નિકલ પુરાવા એકત્ર થઈ રહ્યા છે. સ્ટાફના કેટલાક વ્યક્તિઓના નિવેદનો પણ લેવાયા છે. અપરા હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ હોઈ તેઓને અહીં પોલીસ સ્ટેશન બોલાવી નિવેદનની કાર્યવાહી કરવામાં આવે છે. ખૂબ ઝડપથી બાકીની કાર્યવાહી પુરી કરીશું.

મહત્વનું છે કે અપરા હોસ્પિટલમાં કોવિડ દર્દી સારવાર લઈ રહેલ ખેડાણ પલાણા ગામના ખેડૂત ભુપેન્દ્રભાઈ પટેલ હોસ્પિટલ સ્ટાફ અને હાજર ડોકટરની બેદરકારીને કારણે સમયસર સારવાર ન મળતા મોતને ભેટ્યા હતા. ભુપેન્દ્રભાઈને ઓક્સિજનની પાઇપ નીકળી જતા તેઓ ઓક્સિજનના અભાવે તરફડી રહ્યા હતા અને તેઓએ હોસ્પિટલનો ઇમરજન્સી કોલ એકથી વધુ વખત દબાવ્યો હતો. જેમાં હોસ્પિટલના હાજર સ્ટાફ કે ડૉક્ટર સારવાર માટે ન આવતા તેઓએ પોતાના પરિવારજનોને મોબાઈલ ફોન કરી હોસ્પિટલની બેદરકારીની ફરિયાદ કરી હતી. જોકે હોસ્પિટલનો સ્ટાફ પહોંચ્યા ત્યાં સુધીમાં ભુપેન્દ્રભાઈ મોતને ભેટ્યા હતા. આ ઘટનાને લઈ સમગ્ર ચરોતરમાં અપરા હોસ્પિટલની નિર્દયતા અને બેદરકારી તરફ રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો