તપાસ:બોગસ બાયોડિઝલની શંકાના આધારે ભેટાસીની ફેક્ટરીમાં પોલીસે તપાસ કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, FSLએ મધ્યરાત્રિથી ઓપરેશન હાથ ધર્યું

આંકલાવ તાલુકાના ભેટાસીમાં આવેલી ફેક્ટરીમાં ગેરકાયદે બાયોડિઝલની શંકાના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જીપીસીબી અને એફએસએલની ટીમને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મોડી રાત્રિથી હાથ ધરવામાં આવેલી તપાસ હજુ ચાલી રહી છે. હાલમાં આગામી સમયમાં મોટું બાયો ડિઝલ કૌભાંડ બહાર આવે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. ભેટાસી સીમ વિસ્તારમાં વૈશાલી ઈન્ડસ્ટ્રી નામની બાયોડિઝલ બનાવતી ફેક્ટરી આવેલી છે. ફેક્ટરીના પાર્ટનર તરીકે હાલમાં સનત પ્રજાપતિ છે.

બુધવારે રાત્રિમાં ફેક્ટરીમાં ગેરકાયદે બાયોડિઝલ બનાવતા હોવાની શંકાના આધારે ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. દરોડો પાડ્યો ત્યારે પોલીસની ટીમ સાથે જીપીસીબી, પુરવઠા વિભાગ અને એફએસએલની ટીમ પણ સાથે હતી. દરોડા ગુરુવારે સાંજ સુધી ચાલ્યા હતા અને અલગ અલગ જગ્યા પરથી એફએસએલની ટીમે સેમ્પલ લીધા હતા. જોકે, હાલમાં આ મામલે પોલીસ સહિતના સૂત્રોમાંથી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. જોકે, આગામી સમયમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના પણ જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...