તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટ:બોરસદના ધોબીકુઈમાં પ્રેમ સબંધની વાતો ફેલાવવાની શંકામાં મારામારી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સોએ ભેગા મળીને એક યવકને લાકડીઓ વડે માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી

બોરસદ તાલુકાના ધોબીકુઈ ગામે ઈન્દિરાનગરીમાં રહેતા યુવકને પ્રેમ સબંધની વાતો ફેલાવવાના વહેમ રાખી ત્રણ શખ્સોએ ભેગા મળીને લાકડીઓ વડે માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદના ધોબીકુઈ ઈન્દિરાનગરીમાં રહેતા વિજય રમેશભાઈ ઠાકોરની દીકરીના પ્રેમ સંબંધ બાબતે વિસ્તારમાં વાતો વહેતી થઈ હતી. જે બાબતે વિજયને જાણે અજાણે જાણવા મળ્યું કે આ વાતો વહેડાવવામાં મહેશ ઠાકોરનો હાથ છે. જેને લઈ તે ઉશ્કેરાઈ ગયા હતા અને મહેશ ઠાકોરના ઘર તરફ ઠપકો આપવા પહોંચ્યા હતા.

આ દરમિયાન મહેશભાઈ રામાભાઈ ઠાકોર ઘરે પરિવાર સાથે હતા ત્યારે અચાનક રમેશ ડાહ્યાભાઈ ઠાકોર ધસી આવ્યો હતો અને ઘર પાસે આવી ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. જે દરમિયાન ત્યાં વિજયભાઈ રમેશ ઠાકોર અને વિમળાબેન ઠાકોર આવી ગયા હતા અને મહેશ ઠાકોર ઉપર તાડુક્યા કે તમે મારી દીકરીને પ્રેમ સંબંધ બાબતે કેમ ખોટી વાતો ફેલાવો કહી હુમલો કર્યો હતો.

દિકરી સાથે પ્રેમ સબંધ હોવાની રીષ રાખીને મહેશ સાથે ઝઘડો કરી વિજય રમેશભાઈ ઠાકોર, વીમળાબેન ઠાકોર ઘરમાંથી લાકડીઓ લઈ આવી મહેશના પિતા રામાભાઈને જમણા હાથના કાંડા ઉપર લાકડી મારી કાંડુ ભાંગી નાખી તથા નરેશને લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે મહેશ રામાભાઈ ઠાકોરે બોરસદ પોલીસ મથકે રમેશ ડાહ્યાભાઈ ઠાકોર, વિજય રમેશભાઈ ઠાકોર અને વીમળાબેન વિજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 325, 323,504,506(2), 114તથા જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...