તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ખોટું પ્રમાણપત્ર બનાવનાર તલાટી સહિત બે સામે ગુનો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વર્ષ 1996માં 7/12ના રેકોર્ડ સાથે ચેડાં કરી પાટણના શખ્સે તલાટીની મદદથી ખેડૂત હોવાનો પુરાવો ઊભો કરી ખોટું પ્રમાણપત્ર મે‌ળવતા પેટલાદના પ્રાંત અધિકારીએ સોજિત્રા પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદની કલેક્ટર કચેરીમાં પાટણ ખાતે રહેતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ પટેલે પોતે ખેડૂત હોવાનું રજૂ કરેલું પ્રમાણપત્ર બોગસ હોવાની અરજી કરાઈ હતી. જે અંગે તપાસ હાથ ધરતાં વર્ષ 1996માં અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ પટેલે પોતે ખેડૂત ના હોવા છતાં પણ તલાટી અરૂણભાઈ મીઠાભાઈ મહિડા (રહે. જલસણ)ની સાથે મેળાપીપણું કરી 1952-53માં સર્વે નંબર 1405/2 પૈકીની જમીન નોંધ નંબર 138ની થયેલી બતાવી હતી. ત્યારબાદ હસ્તલિખિત 7/12માં વર્ષ 1965થી 2003-04સુધીના રેકોર્ડ સર્વે નંબર 1405/2માં સુધારો કરીને નવું પાનું 51 નંબરનું ઉમેર્યું હતું. અને તેમને ખેડૂત જાહેર કરવામાં આવ્યા હતા.

વધુમાં અશ્વિનભાઈને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતુ. જે ડમી હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું. આ અંગે પ્રાન્ત અધિકારી મનિષાબેન બ્રહ્મભટ્ટે સોજિત્રા પોલીસ મથકે તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તલાટી સહિત બે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો