પોલીસની કામગીરી:પેટલાદના ખેડૂત સાથે થયેલી ઓનલાઇન છેતરપિંડીમાં પોલીસે તમામ રકમ પરત લાવી આપી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેળાવના ખેડૂત સાથે પેટીએમ વોલેટમાં એકસ્ટ્રા ક્રેડીટની લાલચ આપી છેતરપિંડી અચરાઈ હતી

સાઈબર ક્રાઈમ સોફિસ્ટિકેટેડ બિઝનેસ બની રહ્યો છે. ભારતની ડિજીટલ ક્રાંતિને ટકાવવા અને મજબૂત કરવા સુરક્ષાના વધુ અસરકારક માધ્યમો વિકસાવવા પડશે. ટેકનોલોજી ભણેલા લોકો જ પ્રજાને આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા ગભરાવી અને લૂંટી રહ્યા છે. પેટલાદ તાલુકાના મહેળાવ ગામના ખેડૂત ને પેટીએમ વોલેટમાં વધારાની ક્રેડિટ આપવાના બહાને બે વખત થઈ 90 હજાર જેટલી રકમ લૂંટી લીધી હતી. જે અંગે સાઈબર ક્રાઈમ પોલીસને ફરિયાદ મળતા તવરીતના ધોરણે કાર્યવાહી શરૂ ફરિયાદીની રકમ પરત લાવી આપી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદના પેટલાદ તાલુકાના મહેળાવ ગામે રહેતા ખેડૂત પ્રફુલ્લભાઈ કાળીદાસ પટેલને કોઈ સાઈબર ધૂતરાએ પેટીએમ વોલેટમાં એકસ્ટ્રા ક્રેડીટ આપવાનો મેસેજ મોકલાવેલ હતો. જેમાં પ્રફુલભાઈને તેમનો ઇમેઇલ એડ્રેસ તથા પેટીએમ બેલેન્સ અને OTP મેસેજ આપવાનું બુદ્ધિપૂર્વક જણાવતા પ્રફુલભાઈએ તે તમામ માહિતી વિશ્વાસમાં આવી આપી દીધી હતી.

પ્રફુલભાઈએ આ માહિતી મેસેજ કરતા જ સામે છેડે બેઠેલ સાઈબર ધૂતરાએ પ્રફુલભાઈના પેટીએમ વોલેટમાંથી પહેલા રૂ.38 હજાર 862 તથા બીજી વાર રૂ.51 હજાર 343 મળી કુલ રૂ. 90 હજાર 205 ઉપડી લીધા હતા. આ મેસેજ જોઈ પ્રફુલભાઈને પોતાની સાથે છેતરપીંડી થયેલાનુ માલુમ થતા તાત્કાલીક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

અરજદાર ફરિયાદીનો ફરિયાદ મળતા જ પીઆઈ એલ.ડી.ગમારા ની આગેવાનીમાં કામ કરતી સાયબર ક્રાઇમની ક્વીક રીસ્પોન્સ ટીમે તેઓની રજુઆત સાંભળી કૌશલ્યપૂર્વક પેટીએમ વોલેટના સ્ટેટમેન્ટની તથા ટ્રાન્જેક્શનની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરી ખેડૂત અરજદારને તેની ગયેલ પુરેપુરી રકમ રૂ.90 હજાર 205 તેઓના પેટીએમ વોલેટમાં પરત કરાવી મહેનતની મૂડી બચાવવાની સરાહનીય કામગીરી બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...