કાર્યવાહી:ખંભાતના રાલજ ગામે પેટ્રોલીંગ દરમિયાન પોલીસને બે શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાં

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઈ છુપાવવાની કોશીષ કરતાં શંકા ઉપજી હતી, પુછપરછ હાથ ધરવામાં આવી

ખંભાતના રાલજ ગામે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસને બે શંકાસ્પદ શખ્સ જોવા મળ્યાં હતાં. પોલીસને જોઇ આ શખ્સો તેમની કાર પાછળ છુપાઈ ગયા હતા જેથી પોલીસને શંકા ઉપજી હતી. આથી, બન્નેની અટક કરી પુછપરછ હાથ ધરી હતી. જોકે, તેમાં ખાસ કશુ મળ્યું નહતું.

ખંભાત ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફારૂક મલેક સહિતની ટીમ શુક્રવાર રાત્રે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન રાલજ ચોકડી પાસે મંદિરની સામે સફેદ કાર ઉભી હતી. આ સમયે પોલીસને જોઇ બે શખ્સ કારની પાછળ સંતાઇ ગયાં હતાં. જેથી શંકા ઉપજતા બન્નેની અટક કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તે ગોપાલ હરિ ભોરખીયા (ભરવાડ) (રહે.અક્ષર પાર્ક સોસાયટી, ભાવનગર) અને ભરત હિરા ઘોડકીયા (કોળી પટેલ) (રહે.કુંભારવાડા, ભાવનગર) હોવાનું જણાવ્યું હતું. મોડી રાત્રિના રાલજ ગામે આવવાનું કારણ પુછતાં સંતોષકારક જવાબ આપી શક્યાં નહતાં. આથી, પોલીસે આગવી ઢબે પુછપરછ કરવા માટે બન્નેની અટક કરી કાર, મોબાઇલ મળી કુલ રૂ.3.65 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...