આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા અલગ-અલગ દસ સ્થળોએ દરોડા પાડીને દસ શખસોને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં, ખરીદતાં ઝડપી પાડી ત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આણંદ શહેરની ગણેશ ચોકડી પાસ માનસી લેન્ડ માર્કમાં રહેતા મોહિત સુનીલ ખટવાણીને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેણે રૂપિયા 6750ની કિંમતની કુલ 48 નંગ ચાઈનીઝ ફિરકી શ્રવણ વાસુદેવ શાહને આપી હતી.
એ જ રીતે બીજી તરફ ખંભાત ગ્રામ્ય પોલીસે કલમસર બસ સ્ટેન્ડ પાસેથી મિતેષ ઉર્ફે હિતેષ રમેશ પરમાર (રહે. કાળુ ઉગમણો માર્ગ, બોરસદ)ને 10 નંગ ફિરકા સાથે ઝડપી પાડ્યો હતો. એ જ રીતે ચિખોદરા વડલી બજારમાંથી રાજેન્દ્ર ઉર્ફે રાજુ છગન પરમારને 108 ફિરકી સાથે, ઉમેટા ઈન્દિરા કોલોનીમાં રહેતા લક્ષ્મણ ચંદુ નિનામાને 25 ફિરકા સાથે, મયુરસિંહ ગણપતસિંહ રાજને 85 નંગ ફિરકા સાથે આંકલાવ પોલીસે ઝડપી પાડ્યા હતા.
જ્યાર ખંભોળજ પોલીસે રાકેશ દિનેશ ગોહેલ, રમેશ અંબાલાલ પટેલને અનુક્રમે 4 અને 9 નંગ ફિરકા સાથે, પેટલાદ ગ્રામ્ય પોલીસે પાંચ નંગ ફિરકા સાથે સુમન રમણ પરમારને અને 10 નંગ ફિરકા સાથે યોગેશ હરીશ ગોહેલ કંથારીયા કાકડીયા સીમમાંથી વાસદ પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.