તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ભાલેજમાં પોલીસ કોન્સ્ટેબલની પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ગુનો નોંધી મોતનું કારણ જાણવ તપાસ હાથ ધરી

ભાલેજ પોલીસ લાઈનમાં રહેતી પોલીસ કોન્સ્ટેબલની 18 વર્ષીય યુવતીએ રવિવારે બપોરે પોતાના ઘરે દુપટ્ટાનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લેતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક પાસેથી કોઈ અંત્તિમચિઠ્ઠી મળી આવી ન હોય મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. હાલમાં ભાલેજ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાલેજની પોલીસ લાઈનમાં પરબતભાઈ આભાભાઈ નાયક રહે છે. તેઓ ભાલેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર એક પુત્રી નામે રીકું રહે છે. તેમના ઘરનું હાલમાં રિનોવેશન ચાલી રહ્યું છે. ભાલેજ પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે તેઓ ઘરે હાજર હતા ત્યારે પુત્રીએ રવિવારે બપોરે ત્રણ વાગ્યા પહેલાં ઘરના બીજા રૂમમાં દુપટ્ટાનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ અંગેની જાણ પરિવારજનોમાં થતાં જ તેમના પર આભ તૂટી પડ્યું હતું. ભાલેજ પોલીસે આ બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી સામાજિક તથા અન્ય કારણોસર આપઘાતના બનાવો વધી રહ્યા છે. ખેડા જિલ્લામાં શનિવારે 6 વ્યક્તિઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...