કાર્યવાહી:4 સ્થળેથી પોલીસે છ જણાંને ચાઈનીઝ દોરી સાથે ઝડપ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાઈનીઝ દોરા-તુક્કલ ન લેવા ખંભોળજ પોલીસની અપીલ

આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી અનેક વેપારીઓ ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ચાઈનીઝ દોરા-તુક્કલ ન વાપરવા ખંભોળજ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ અંગે વાત કરતાં ખંભોળજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. જી. ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ આણંદ તથા આણંદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને મકરસંક્રાંતિના હર્ષોલ્લાસના પર્વમાં ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુકકલનો ઉપયોગ ના કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ચાઈનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ના કરવા અને જો ચાઈનીઝ દોરી કે તુકકલનો ઉપયોગ કરશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વીતેલા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લામાંથી રૂપિયા 8400ની કિંમતના 28 નંગ ફિરકા સાથે અમીન ગુલામરસુલ વ્હોરા, મહંમદઅર્સીલ સિરાઝ વ્હોરા અને જુબેર ફ્રૂટની લારીવાળાને, પેટલાદમાંથી જોગણના ભાવિન સુરેશ ઠાકોરને રૂપિયા 900ની કિંમતની 6 નંગ ફિરકી સાથે, પીલોદરા વડ પાસેથી અજય બળવંતસિહ પઢીયારને રૂપિયા 450ની કિંમતની ત્રણ નંગ જ્યારે સોહિલ અશોકને જલુંધ ચોકડી રોડ પરથી એક નંગ ચાઈનીઝ ફિરકી સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...