પેટલાદના અંતરિયાળ ગામમાં રહેતી 25 વર્ષીય પરિણીતા તેના અઢી વર્ષના પુત્ર સાથે પિયરમાં જતી હતી. એ વેળાએ જેસરવાના શખસે તેને રોકીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બે માસ પૂર્વે બનેલી ઘટના બાબતે પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પરિણીતાએ આખરે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી શખસની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના એક ગામમાં રહેતી 25 વર્ષીય પરિણીતા બે માસ અગાઉ તેના અઢી વર્ષના પુત્ર સાથે પિયરમાં જવા નીકળી હતી. તે પગપાળા ચેપીતલાવડી ગામની સીમમાં નળીના વળાંક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે પરિણીતા કંઈ સમજે વિચારે એ પહેલાં જ તેણે તેને બાવડેથી પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને પગલે પરિણીતા ભયભીત થઈ ગઈ હતી.
એ પછી તેને ઢસડીને તે ઓરડી પાછળ લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. તેણે સમગ્ર બાબતે પતિ સહિત તેના સાસરિયાંને હકીકત જણાવી હતી. આખરે તેણે પેટલાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.