મુશ્કેલી:પી.એમ. કિસાન સન્માન નિધિનો હપ્તો મેળવવામાં ખેડૂતોને હાલાકી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધારકાર્ડ સાથે મોબાઇલ લીંક ન હોવાથી પડતી મુશ્કેલી

ચરોતરમાં પી.એમ કિસાન સન્માન નિધિનો હપ્તો મેળવવા કિસાનો માટે ફરજિયાત કે.વાય.સીની જોગવાઈ કરાતા મોબાઈલમાં અથવા કોમન સર્વિસ સેન્ટરમાં જઈ રૂપિયા ચૂકવવા છતાં વારંવાર સર્વર ડાઉન થતાં સમસ્યા આવતી હોવાથી ખેડૂતોને તાલુકા મથકના ધક્કા ખાવા પડે છે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના અંતર્ગતના આર્થિક હપ્તો મેળવતા ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કેવાયસી કરાવવું ફરજિયાત જરૂરી છે.

દર ચાર મહિને બે હજારના હપ્તા મળીને વાર્ષિક છ હજાર ખાતેદાર ખેડૂતોને મળે છે. ઉપરાંત ઈ કેવાયસી અપડેટ કરવા કરવા માટે વેબસાઈટ ઉપર દર્શાવ્યા મુજબ ઈ કેવાયસી પર ક્લીક કર્યા બાદ આધારકાર્ડ નંબર નાખવા ત્યારબાદ આધારકાર્ડમાં લીંક હોય તે મોબાઈલ નંબર નાખ્યા બાદ છના આંકડાનો ઓટીપી નંબર દાખલ કર્યા પછી ઈ કેવાયસી પૂર્ણ થઈ જશે. પરંતુ ખેડૂતો જ્યારે તેમના મોબાઈલમાં આ વેબસાઈટ ખોલે છે. ત્યારે વારંવાર સર્વર ડાઉન બતાવે છે. જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે.

કોમન સર્વિસ સેન્ટરમાં ઈ-કેવાસયી કરાવવા જાય છે.ત્યારે રૂપિયા ચૂકવવા પડે છે છતાં પણ સમસ્યા સામે આવે છે.કેટલાક ખેડૂતોને આ વાતની ખબર સુધ્ધાં પણ નથી આવા ગામડાના ખેડૂતોને તાલુકા મથકે સંપર્ક કરવા મજબૂર બન્યું છે. મોટા ભાગના ખેડૂતો ખાતેદારોના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલા નથી અને જે મોબાઈલ નંબર જેતે સમયે આધારકાર્ડ કાઢવામાં માટે આપેલ હોય અને અત્યારે તે નંબર બંધ હોય ઉપરાંત એક જ મોબાઈલ નંબર પર કુટુંબના બીજા સભ્યોના નંબર પર આધાર કાર્ડ નીકળેલ હોય એટલે કે એક જ નંબર પર અલગ અલગ આધારકાર્ડ જનરેટ થયા હોય તો તેનું E કેવાઈસી કરવું કપરું બન્યું છે હાલમાં તમામ યુનિટ પર આધારકાર્ડ અપડેટ કરવા ભારે ભીડ જોવા મળી રહે છે આ તકનો લાભ લેવા આધારકાર્ડ એજન્સી ધારકો અને ઓપરેટરો પણ લૂંટ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...