તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષરોપણ:મોગર- અડાસ સુધી હાઇવેની સાઈડમાં ૩૦૦ રોપાનું વાવેતર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદના મિશન ગ્રીન આણંદ ગ્રૂપ, રેન્જ ફોરેસ્ટ ઓફિસ, આણંદ, એન. સી. સી. ગ્રુપ, કવિ હેત ફાઉન્ડેશન, વિવિધ શાળાના શિક્ષકો, RSSના સ્વયંસેવકોએ મોગર થી અડાસ સુધીમાં નેશનલ હાઇવેની સાઈડની ખાલી જગ્યા પર વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું.

મોગર થી અડાસ સુધીમાં નેશનલ હાઇવેની સાઈડમાં ૩૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આગામી રજાઓમાં આણંદ શહેરના વિવિધ માર્ગો, મહીસાગર નદીના કોતરો, કેનાલ કાંઠાઓ તથા અન્ય વાવેતર લાયક જગ્યાઓમાં વધુ વૃક્ષો વાવેતર કરવાનું મિશન ગ્રીન આણંદ ગ્રૂપ નું લક્ષ્ય છે.

તેમજ આ કામ માં ભાગીદાર થવા નગરજનોને જાહેર અપીલ પણ કરવામાં આવે છે કે મિશન ગ્રીન આણંદ ગ્રુપના કાર્યમાં વધુ ને વધુ લોકો જોડાય અને આણંદ શહેર આસપાસના વિસ્તારો માં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેમ આણંદ જીલ્લા વન વિભાગે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...