તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જિલ્લામાં બિનપિયત જમીનોમાં 14,133 રોપાઓનું વાવેતર

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોમાસમાં વરસાદ પડતાની સાથે પર્યાવરણ બચાવો હેઠળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહેલ છે. - Divya Bhaskar
ચોમાસમાં વરસાદ પડતાની સાથે પર્યાવરણ બચાવો હેઠળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહેલ છે.
  • આશરમાં સૌથી વધુ 3200 રોપાઓનું વાવેતર: વૃક્ષોની માવજત કરવા તંત્રની ગ્રામજનોને અપીલ

રાજય સ્તરે ગ઼ીનેરી વિસ્તાર તરીકે આણંદ જીલ્લો પ઼થમ હરોળમાં છે.ત્યારે પર્યાવરણ બચાવો હેઠળ આણંદ સામાજીક વનીકરણ વિભાગે ચોમાસામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવતાં ગામ્ય વિસ્તારમાં બિન પિયત વિસ્તાર જેવાકે પડતર,ગૌચર જમીનમાંથી કુલ 30 હેકટરમાં 14,133 ઉપરાંત વિવિધ જાતિના રોપાઓનું વાવેતર કર્યુ હતુ.તેમજ વાવેતરની માવજત રાખવા તંત્રએ ગ઼ામજનોને અપીલની સાથે સમજ આપવામાં આવી હતી.જેમાં સૌથી વધુ આશરમાં ગામમાં આઠ હેકટર જમીનમાં કુલ 3200 રોપાઓનું વાવેતર કર્યુ હતુ.જો કે લક્ષ્યાંક મુજબ હજુ પણ વધુમાં વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

આણંદ વન વિભાગના સુત્રોએ જણાવેલ કે ચોમાસમાં વરસાદ પડતાની સાથે પર્યાવરણ બચાવો હેઠળ તંત્રની સુચના હેઠળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહેલ છે.જેમાં ગામવાટિકા બિન પિયત એટલે કે પડતર જમીન,ગૌચર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા સૌ પ્રથમ ખેરડા 1600,આશરમા 3200, દહેવાણ 1600,જીણજ 400, મોભા 2400,થામણા 1600, વાલ્મી 1111, કહાનવાડી 1110, બડાપુરા 1112 સહિત કુલ 14,133 વૃક્ષના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

આણંદ જીલ્લામાં વન વિભાગે ચોમાસામાં પડતર બિન પિયત જમીનો હરીયાળી બનાવવા માટે ઝુંબેશ હેઠળ ગામ્ય વિસ્તારોમાં 30 હેકટરમાં 14,133 ઉપરાંત વિવિધ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં ગ઼ામજનોમાં આનંદ છવાઈ ગયો છે.તેમજ વાવેતર કરવામાં આવેલ રોપાની માવજત રાખવા તંત્રએ અનુરોધ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...