તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Plantation Increased Due To Inflow Of Water In Canals, With An Increase Of 4449 Hectares In One Week, The Total Planting Reached 29 Thousand Hectares.

વાવણી:નહેરોમાં પાણી આવવાથી વાવેતર વધ્યું, એક સપ્તાહમાં જ 4449 હેક્ટરના વધારા સાથે કુલ વાવેતર 29 હજાર હેક્ટરે પહોંચ્યુ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હજુ ગયા સપ્તાહે આણંદ જિલ્લામાં માત્ર 6497 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયુ હતુ. જેમાં 7 દિવસના ટુંકા ગાળા દરમિયાન વધુ 4449 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર નોંધાયુ છે. આ સાથે જ અત્યાર સુધીના ચોમાસુ પાકનું કુલ 10,946 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયુ છે. વાવેતરમાં આટલા મોટા પ્રમાણમાં વધારા પાછળનું મુખ્ય કારણ શનિવારે ચરોતરના પ્રશાસને વણાકબોરી ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડ્યુ છે. ખરીફ પાકો માટે મોટા પ્રમાણમાં પાણીની આવશ્યકતા હોય છે.

ત્યારે આ પાણીની ખોટ આગામી 4 માસ સુધી ખેડૂતો માટે પ્રશ્ન ઉભો ન કરે તે હેતુસર અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ બેઠક યોજી પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા ખેડૂતો વરસાદની વાટે હતા, પરંતુ નહેર વાટે પુરતા પાણીની ખાતરી મળી જતા ખેડૂતોએ છેલ્લા કેટલાય દિવસથી વાવણી પર જોર આપ્યુ હતુ. જેના પરીણામ સ્વરૂપે ગણતરીના દિવસોમાં જ ખરીફ પાકના વાવેતરમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. આણંદ જિલ્લામાં 25 જૂનના રોજ 6497 હેક્ટર જમીનમાં ખરીફ વાવણી થઈ હતી. જેમાં 2 જુલાઈના રોજ 4449ના વધારા સાથે અત્યાર સુધીનું ચોમાસુ વાવેતર 10,946 હેક્ટરમાં નોંધાયુ છે.

કેનાલમાં પાણી છોડાતાં ખેડૂતોએ ડાંગરની રોપણીની તૈયારી શરૂ કરી
ચોમાસુ સિઝનમાં આણંદ જિલ્લા માટે મુખ્ય પાક ગણાતા ડાંગરની વાવણી તો હવે શરૂ થશે. 25 જૂને માત્ર શૂન્ય હેક્ટર જમીનમાં ડાંગરની વાવણી નોંધાયા ચાલુ સપ્તાહમાં જ 1244 હેક્ટરમાં ડાંગરનું વાવેતર નોંધાયુ છે. જો કે, આગળની રોપણી ખેડૂતો જુલાઈના બીજા વીકથી શરૂ કરે છે. પરંતું ચાલુ વર્ષે સારો વરસાદ થતા અને કોનાલમાં પાણી છોડાતા ડાંગરની રોપણીની શરૂઆત થઈ ગઈ છે. હજુ ડાંગરની રોપણી વહેલી કરવામાં આવે તો દિવાળી પહેલા ડાંગરનો પાક તૈયૈર થઈ જાય છે. જેથી શીયાળું સાઝનની શરૂઆત થાય તે પહેલા શાકભાજી સહિતના પાકોની રોપણી કરીને ટૂંકા ગાળામાં આવક આયોજન કરતા હોય છે. જેને લઈને ખેડૂતોએ ડાંગરની રોપણીની તૈયારીઓ આરંભી છે.

જિલ્લામાં સૌથી વધુ બોરસદમાં જ્યારે સૌથી ઓછું સોજિત્રામાં ખરીફ પાકનું વાવેતર થયું
આણંદ જિલ્લામાં અત્યાર સુધીનું તાલુકાવાર વાવેતર જોઈએ તો બોરસદમાં સૌથી વધુ 3573 હેક્ટર અને સૌથી ઓછુ સોજિત્રામાં 557 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ છે. આ ઉપરાંત આણંદ-2459, આંકલાવ-1271, ખંભાત-ં 736, પેટલાદ-927, ઉમરેઠ-567, તારાપુરમાં 856 હેક્ટર જમીનમાં ચોમાસુ પાકનું અત્યાર સુધી વાવેતર નોંધાયુ છે.

રોકડીયા પાક ટૂંકા ગાળામાં વધુ ઉપજ આપતા હોવાથી ખેડૂતો શાકભાજી પાક તરફ વળ્યા
આણંદ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા વાવેતરમાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થયુ છે. રોકડીયા પાક તરીકે ખેડૂતને તાત્કાલિક ઉપજ આપતા શાકભાજીનું આણંદ જિલ્લામાં 3543 હેક્ટર જમીનમાં વાવેતર થયુ છે. જ્યારે 1060 હેક્ટરમાં કપાસ, 787 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...