નુકશાન:વાવાઝોડામાં કેળના થડ આડા પડી ગયા, ઓછા ઉતારાની ભિતી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંદેશર અને બોરીયામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ

આણંદ જિલ્લાનાં અગાસ સંદેશર અને બોરીયા પંથકમાં ગુરૂવારે ભારે પવન ફુંકાવા સાથે મુસળધાર વરસાદ તુટી પડતા કેળનાં થડ ધરાસાઈ થતા કેળાનાં તૈયાર પાકને નુકશાન થતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન થતા ખેડુતો લાચારીમાં મુકાઈ ગયા છે. સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લાનાં અગાસ,સંદેશર અને બોરીયા પંથકમાં ભારે પવન ફુંકાતા મુસળધાર વરસાદ તુટી પડતા ખેતરોમાં તૈયાર કેળનાં પાકનાં થડ કાંસકીઓ સાથે ધરાસાઈ થતા ખેડુતોને ભારે આર્થિક નુકશા થયું છે,અંદાજે 50 વિઘા થી વધુ જમીનમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો હતો અને વેપારીઓ દ્વારા આ તૈયાર કેળાની લુમો કાપી લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે જ ગુરૂવારે બપોરનાં સુમારે ઝડપી પવન ફુંકાવા સાથે વરસાદ તુટી પડયો હતો

અને જેનાં કારણે કેળનાં થડ કાંસકીઓ સાથે ધરાસાઈ થઈ ભોંય સરસા થઈ જતા કેળની લુમોને નુકશાન થયું છે, આ અંગે અગાસ ગામનાં ખેડુત હિતુલભાઈ પટેલએ જણાવ્યું હતું કે તેઓએ 18 વિધા જમીનમાં કેળની ખેતી કરી છે,અને પાક તૈયાર થઈ ગયો છે,પરંતુ ગઈકાલે ફુંકાયેલા ઝડપી પવનનાં કારણે 70 ટકાથી વધુ કેળનાં થડ ધરાસાઈ થઈ જતા તેઓને ભારે આર્થિક નુકશાન થયું છે, આ વર્ષે કેળાનાં ભાવ સારા મળવાની આશા હતી પરંતુ ત્યાજ વાવાઝોડાએ કેળાનાં થડને્ ધરાસાઈ કરી દેતા ભારે નુકશાન થયું છે,ત્યારે રાજય સરકાર દ્વારા કેળનાં પાકની નુકશાન સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...